વરરાજા દેખાડી રહ્યો હતો નખરા, દુલ્હને કર્યું કંઈક એવું કે વરરજાએ નમવું પડ્યું

PC: zeenews.com

લગ્નના દિવસે ન માત્ર દુલ્હન પરંતુ વરરાજા પણ સારી રીતે તૈયાર થાય છે અને પછી લોકોની નજર તેમની પર ટકેલી હોય છે. લગ્નમાં હવે ઘણા બધા ફંક્શન અને ઈવેન્ટ્સ થવા લાગ્યા છે પરંતુ, બધામાં સૌથી વધારે મજા જયમાળાના સમયે આવે છે. ઘણી વખત લગ્નમાં આવતા લોકો ભોજન લીધા બાદ ફક્ત આ જ કારણથી રોકાયેલા હોય છે, જેથી જયમાળાની વિધિ જોઈ શકે. જયમાળામાં દુલ્હનની એન્ટ્રી હોય છે અને વરરાજા આતુરતાથી દુલ્હનની રાહ જોતો ઊભો હોય છે.

આ દરમિયાન બંને વચ્ચે જાહેરમાં હસી-મજાક પણ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જયમાળા વખતે વરરાજા નખરા દેખાડી રહેલો જોવા મળે છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોશો તો દેખાશે કે જયમાળાના મસયે વરરાજા થોડા મસ્તીના મૂડમાં દેખાય છે, જ્યારે દુલ્હન તેની નજીક આવે છે તો વરમાળા પહેરવાથી પાછળ ખસી જાય છે. આજકાલની દુલ્હનો પણ પહેલાની જેમ ચૂપચાપ બેસી રહે તેવી નથી પરંતુ, બરાબર જવાબ આપવાનો પણ જાણે છે. 

View this post on Instagram

A post shared by WeddingBazaar (@weddingbazaarofficial)

કંઈક એવું જ આ લગ્નમાં જયમાળાના સમયે સ્ટેજ પર જોવા મળ્યું. જેવી દુલ્હન વરમાળા વરરાજાના ગળામાં નાખવા જાય છે તો વરરાજા પાછળ ખસી જાય છે. જેના પછી દુલ્હન પણ બીજી વખત વરમાળા નાંખવાનો પ્રયાસ કરતી નથી. જેના પછી તે ઈશારાથી ઊભી રહીને કહેતી જોવા મળે છે કે મારે શું હું પણ વરમાળા નહીં પહેરાવું. જોકે દુલ્હને પણ મજાકમાં આવું કર્યું અને પછી ફરીથી વરરાજાની નજીક આવીને તેને વરમાળા પહેરાવવાની કોશિશ કરી અને આ વખતે વરરાજાએ પણ સામે ચાલીને તેનું માથું દુલ્હનની સામે ઝુકાવી દીધું હતું. ભલે વરરાજા નખરા દેખાડી રહ્યો હોય પરંતુ, દુલ્હનને ખબર છે કે આખરે કેવી રીતે વરરાજા તેની વાત માની જશે. થોડા સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો વેડિંગબાઝાર ઓફિશિયલ અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. થોડાક જ કલાકોમાં આ વીડિયોને હજારો લોકોએ લાઈક કર્યો છે અને પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- તેઝ તર્રાર દુલ્હન છે આ તો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp