ઈન્ડિયન આઈડલમાં બ્રેક લીધા બાદ શા માટે પરત ન ફર્યો વિશાલ, કહી દીધી આ મોટી વાત

PC: indiatvnews.com

મ્યુઝિક ડાયરેક્ટર, કંપોઝર અને સિંગર વિશાલ દદલાણી ઘણા બધા સિગિંગ રિયાલીટી શૉ જજ કરી ચૂક્યા છે. હાલમાં તે નવા ટીવી શૉ સારેગામાપામાં જજ તરીકે છે. આ પહેલા તે ઈન્ડિયન આઈડલમાં પણ જજ તરીકે રહી ચૂક્યા છે. પણ ઈન્ડિયન આઈડલમાં એક બ્રેક લીધા બાદ તેઓ પરત ફર્યા નથી. આ મામલે તેમણે હવે સ્પષ્ટતા કરી દીધી છે. તેઓ ઈન્ડિયન આઈડલ 12ના સેટ પર બ્રેક લીધા બાદ પરત આવ્યા ન હતા.

એના બદલે અનુ મલિકને જજ તરીકે પસંદ કરાયા હતા. એક ખાસ મુલાકાતમાં વિશાલ દદલાણીએ કહ્યું હતું કે, હું કેટલાક મહિનાઓ સુધી શૉથી દૂર રહ્યો હતો. આ માટે મેકર્સને મારા સ્થાને બીજા જજ લેવાની જરૂર પડી હતી. જોકે, બીજા જજને લાવવાના જ હતા. શૉનું એક ચોક્કસ ફોર્મેટ છે. આર્થિક રીતે મને શૉમાં કમબેક કરાવવું મેકર્સ માટે પરવડે એમ ન હતું. કારણ કે એક જજ તરીકે હું ખૂબ મોંઘા જજ રહ્યો છું. મુંબઈમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાને લીધા બાદ એક નાનકડો બ્રેક લેવાયો હતો. આ દરમિયાન વિશાલે ઈન્ડિયન આઈડલમાંથી બ્રેક લીધો હતો. તે પોતાના માતા પિતા તબિયતને લઈને ચિંતામાં હતા. ઈન્ડિયન આઈડલ 12નો ફાઈનલ શૉ મુંબઈમાં આયોજિત કરાયો હતો. એ સમયે તે આ શૉ નો એક ભાગ રહ્યા હતા. પણ તે આ શૉમાં કોઈ જજ તરીકે આવ્યા ન હતા. ઈન્ડિયન આઈડલની સીઝન 10થી 12 એણે જજ કરી હતી. હવે તેઓ સારેગામાપામાં જોવા મળી રહ્યા છે.

 

 
 
 
View this post on Instagram

A post shared by VISHAL (@vishaldadlani)

વિશાલ તેના પેરન્ટ્સ સાથે પનવેલના ફાર્મહાઉસ માતાપિતાની કેર કરી રહ્યા હતા. મુંબઈમાં શૂટિંગની મનાઈ થતાં ઇન્ડિયન આઇડલનું શુટિંગ ગુજરાતના દમણમાં કરાયું હતું. દમણમાં બનાવવામાં આવેલા બાયો-બબલ વચ્ચેથી કોઈને બહાર જવા દેવામાં આવ્યા ન હતા. મુંબઈમાં શૂટ શરૂ થશે કે તરત જ વિશાલ શો જૉઇન કરશે એવી વાત નક્કી થઈ હતી. પણ એવું થયું નહીં. અંગ્રેજી અખબાર સાથેની ખાસ મુલાકાતમાં તેમણે એવું પણ કહ્યું કે, કેટલાક બાળકો સારું ગાય છે પરંતુ અમુક બાળકો થોડું ઓછું સારું ગાય છે. આનો મતલબ એવો નથી કે આપણે બાળકોની સરખામણી અને ઊતારી પાડવાનું શરૂ કરીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp