VIVOએ પોતાના Z સીરિઝ સ્માર્ટફોનને ભારતમાં કર્યો લોન્ચ

PC: bgr.in

ચીની કંપનીઓ ભારતીય મોબાઈલ બજારને હાલ ખૂબ જ મહત્ત્વ આપી રહી છે. જેનું કારણ છે કે, ભારતમાં દિગ્ગજ ચીની કંપનીઓ પોતાના પ્રોડક્ટસ એક પછી એક લોન્ચ કરી રહી છે. હાલમાં જ Vivo હાલમાં જ પોતાના ફ્લેગશિપ સ્માર્ટફોનને ભારતમાં લોન્ચ કર્યો છે. ભારતીય બજારમાં પોતાના પહેલા Z સીરિઝ ડિવાઈઝને લોન્ચ કર્યો છે અને તે Flipkart પર ઉપલબ્ધ હશે.

તેના ફીચર્સની વાત કરીએ તો તેમાં 6.53 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે, 16 મેગાપિક્સલ, 8 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનો ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 16 મેગાપિક્સલનો ઈન-ડિસ્પ્લે સેલ્ફી કેમેરા સેટઅપ હશે. આ ડિવાઈઝ એન્ડ્રોઈડ 9 પાઈ પર આધારિત છે, જે ક્વાલકોમ સ્નેપડ્રેગન 710 પ્રોસેસર પર ચાલે છે, જેમાં 5000 mAhની બેટરી છે.

ચીનમાં આ ફોન ચાર મેમરી વેરિયન્ટ્સ સાથે આવે છે. જેમાં 4GB પ્લસ 64GB, 6GB પ્લસ 64GB, 6GB પ્લસ 128GB અને 8GB પ્લસ 128GB વેરિયન્ટ્સ સામેલ છે. ભારતમાં તેની કિંમત અને તમામ વેરિયન્ટ્સની ઉપલબ્ધતાને લઈને હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp