US નહીં આ દેશના છે મેલાનિયા, આ રીતે બન્યા USના ફર્સ્ટ લેડી, જુઓ Photos

PC: khabarchhe.com

દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા બે દિવસ માટે ભારતના પ્રવાસે આવ્યા છે. ગઈકાલે અમદાવાદમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના પત્ની મેલાનિયાએ આગ્રામાં તાજમહલની મુલાકાત લીધી હતી. આજે તેમણે દિલ્હીની સરકારી સ્કૂલમાં હેપ્પીનેસ ક્લાસમાં ભાગ લીધો હતો. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની પહેલી ભારત યાત્રા પર વિશ્વભરની મીડિયાની નજર રહી.

રાષ્ટ્રપતિ ટ્રમ્પની સાથે આવેલા તેમના પત્ની મેલાનિયા ટ્રમ્પની પણ ભારતમાં ખાસ્સી ચર્ચા રહી છે. જાણો કોણ છે અમેરિકાના પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ.

અમેરિકાના પ્રથમ મહિલા બનવા પહેલા મેલાનિયા ટ્રમ્પ મોડલ પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પત્ની છે.

મેલાનિયાનો જન્મ સ્લોવેનિયાના નોવો મેસ્ટોમાં 26 એપ્રિલ 1970માં થયો હતો. તેમના પિતા સ્લોવેનિયામાં એક કાર વેપારી હતા અને માતા બાળકો માટે કપડા ડિઝાઈન કરતા હતા.

મેલાનિયા ટ્રમ્પે 16 વર્ષની ઉંમરે મોડલિંગની શરૂઆત કરી હતી. મોડલિંગ દરમિયાન જ મેલાનિયાની મુલાકાત ડોનાલ્ડ ટ્રમ્પ સાથે થઈ હતી. 1998માં મેલાનિયા ડોનાલ્ડ ટ્રમ્પને ન્યૂયોર્કના એક ફેશન વીક પાર્ટી દરમિયાન મળ્યા હતા. ટ્રમ્પ ત્યારે રાજકારણમાં નહોતા પણ રિયલ-એસ્ટેટ સમ્રાટ તરીકે જાણીતા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે મેલેનિયાને મળ્યા ત્યારે તેઓએ બે વખત લગ્ન કરી ચૂક્યા હતા અને બીજી પત્ની મારલા મેપલ સાથે તેમના છુટાછેડા થવાની તૈયારીમાં હતા. તે સમયે ડોનાલ્ડ ટ્રમ્પ 52 વર્ષના હતા અને મેલેનિયા 28 વર્ષના હતા.

ટ્રમ્પ અને મેલેનિયાએ પાંચ વર્ષના રિલેશનશીપ બાદ લગ્ન કર્યા. 2004માં સગાઈ કરી અને 2005માં લગ્ન કર્યા હતા.

વર્ષ 2006માં મેલાનિયા અમેરિકાના નાગરિક બન્યા હતા. મેલાનિયા ટ્રમ્પ ઘણી ભાષાઓની જાણકાર છે. મેલાનિયા ઇંગ્લિશ, સ્લોવેનિયાઇ, ફ્રેન્ચ, સર્બિયન, ઇટાલિયન અને જર્મન ભાષા જાણે છે.

વર્ષ 2016માં ટ્રમ્પ અમેરિકાના 45માં રાષ્ટ્રપતિ બન્યા અને મેલેનિયા અમેરિકાના પ્રથમ મહિલા બની ગયા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp