હિમાચલમાં વાંદરાઓને ઝેર આપી મારનારા લોકો હાથણીની હત્યા પર કેમ રડે છે?

PC: downtoearth.org.in

કેરળમાં ગર્ભવતી હાથણીના મોત પર આખા દેશમાં લોકોનો ગુસ્સો ફુટી નીકળ્યો છે. સોશિયલ મીડિયામાં તેને લઈને લોકો પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. સાથે જ આ કૃત્યને અંજામ આપનારા લોકો પર કડક કાર્યવાહીની માગ કરી રહ્યા છે. પરંતુ આ દરમિયાન એક મોટો સવાલ એ છે કે, કેરળમાં હાથણીના મોત પર આંસૂ વહાવનારા લોકો હિમાચલ પ્રદેશમાં વાંદરાઓને મારવાની પરવાનગીનો વિરોધ શા માટે નથી કરતા? શા માટે હિમાચલના વાંદરાઓ અને અન્ય જંગલી જાનવરોનો શિકાર કરે છે અને બંદૂકની સાથે પોતાની મર્દાનગી અને શૌર્યનો ફોટો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે.

વર્ષ 2019માં તો શિમલામાં વાંદરાઓને લોકોએ મારવાનું શરૂ કરી દીધુ હતું. અહીં વાંદરાઓને ભોજનમાં ઝેર આપવાના સમાચાર અને કેટલાક વીડિયો પણ સામે આવ્યા હતા. ગત મે મહિનામાં શિમલાની નજીક કુફરીમાં વાંદરાઓને ઝેર આપીને મારવાનો મામલો સામે આવ્યો હતો. કુફરીના મહાસૂ પીકમાં નવ મૃત વાંદરા મળ્યા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, વાંદરાના પોસ્ટમોર્ટમમાં તેમને ઝેર આપીને મારવાની વાત સામે આવી હતી. જોકે, કોણે ઝેર આપ્યું છે, તે અંગે હજુ સુધી જાણી શકાયુ નથી. વન વિભાગે અજ્ઞાત લોકો વિરુદ્ધ મામલો નોંધાવ્યો હતો. આ પહેલા પણ શિમલા શહેરમાં પણ વાંદરાઓને ઝેર આપીને મારવાનો મામલો સામે આવી ચુક્યો છે, થોડાં મહિના પહેલા શિમલાના વિવિધ વિસ્તારોમાં 100 કરતા વધુ વાંદરા મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. તે અગાઉ શિમલામાં વાંદરા શિકારના પ્રાણીઓ હતા અને તેમને મારવાની પરવાનગી હતી.

હિમાચલ પ્રદેશમાં હવે કેન્દ્ર સરકારે વાંદરાઓને વર્મિન (મારવાની પરવાનગી હોય તેવા પ્રાણી) જાહેર કર્યા છે. આ જાહેરાત બાદ હવે લોકો વાંદરાઓને મારી શકે છે, પરંતુ તેઓ પોતાની માલિકીની જમીન પર જ તેમને મારી શકે છે, જ્યારે વન ભૂમિ પર તેના શિકાર પર પાબંધી રહેશે. વિસ્તારના કુલ 91 તાલુકાઓમાં વાંદરાઓને મારવાની પરવનાગી આપવામાં આવી છે. એટલું જ નહીં, હિમાચલમાં સરકાર એક વાંદરાને પકડવા બદલ 1 હજાર રૂપિયા પણ આપે છે. પ્રદેશમાં આશરે 3 લાખ વાંદરા છે. જણાવી દઈએ કે, હિમાચલમાં વાંદરાઓની નસબંધી માટે 8 કેન્દ્રો છે. 2019 સુધી આશરે 1 લાખ 57 હજાર વાંદરાઓની નસબંધી કરી દેવામાં આવી હતી. અહીંના લોકોનું કહેવું છે કે, વાંદરા પાકને નુકસાન પહોંચાડે છે અને શહેરી વિસ્તારોમાં વાંદરા લોકો પર હુમલો કરીને તેમને કરડે છે. એવામાં  તેમને વાંદરાઓને મારવાની પરવાનગી આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp