કેમ વહેલી સવારે બંધ થઈ ગયું હતું યૂટ્યૂબ

PC: youthincmag.com

દુનિયા ભરમાં સોશિયલ મીડિયાનું પ્રખ્યાત પ્લેટફોર્મ યૂટ્યૂબ વહેલી સવારે ઠપ થયા બાદ ફરી પૂર્વવત થયું છે. યૂટ્યૂબનું સર્વર ડાઉન થતા દુનિયાભરના કરોડો યૂટ્યૂબ યુઝર્સ મુશ્કેલીમાં મૂકાયા હતા. સર્વર ડાઉન હોવાના કારણે લોકો વીડિયો જોઈ કે અપલોડ કરી શકતા ન હતા. યૂટ્યૂબ પર કોઈ પણ વીડિયો સર્ચ કરવામાં આવતા યુઝર્સને એરર નજરે પડતી હતી. યૂટ્યૂબ પર એરર દેખાડવાના કારણે મોટા પ્રમાણમાં યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયામાં આ અંગેના મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા. સવારના 7:15 થી 8:30 સુધી યૂટ્યૂબ બંધ હતુ. યૂટ્યૂબનો કોઈ પણ યુઝર વીડિયો સર્ચ કરવાનો અથવા તો અપલોડ કરવાનો પ્રયત્ન કરે તો 500 નામની એક એરર આવતી હતી.

આ એરર આવવા મામલે યુઝર્સ દ્વારા મોટી સંખ્યામાં મેસેજ વાયરલ કરવામાં આવતા યૂટ્યૂબે ટ્વિટર પર આ બબાતે ખુલાસો આપતી પોસ્ટ અપલોડ કરવામાં આવી હતી. આ ટ્વિટમાં યૂટ્યૂબે જણાવ્યું હતું કે, YouTube, YouTube TV અને YouTube મ્યુઝીકના ઍક્સેસ સમયે આવતી સમસ્યાઓ અંગે રિપોર્ટ કરવા બદલ તમારો આભાર અને અમે આ તમામ સમસ્યાઓને દૂર કરવા માટે કાર્ય કરી રહ્યાં છીએ અને તે સમસ્યા ઉકેલાયા બાદ તે અંગે જાણ કરવામાં આવશે. આ માટે થયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp