ગર્લફ્રેન્ડે માંગી આઈસક્રીમ તો બોયફ્રેન્ડે કહ્યું તું જાડી છે, મળી એવી સજા કે...

PC: youtube.com

ચીનના ઝુમાદિયામાં એક એવી ઘટવા બની જેણે સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા. એક મહિલાએ તેના બોયફ્રેન્ડની હત્યા કરી નાખી. કારણ માત્ર એટલું જ કે બોયફ્રેન્ડે તેને જાડી કહ્યું. મીરર પાસેથી ખબર મળ્યા મુજબ, મહિલાએ જ્યારે તેના બોયફ્રેન્ડને આઈસક્રીમ લાવવા માટે કહ્યું તો તેણે એના વજન પર કમેન્ટ કરી દીધી. ત્યાર પછી મહિલાને આ રીતનું પગલું ભર્યું.

મધ્ય ચીનના ઝુમાદિયાના એક માર્કેટમાં આ બનાવ બન્યો હતો.મહિલાએ અચાનક જ તેના પર એટેક કરી દીધો. ત્યાં ઊભા રહેલા લોકોએ જણાવ્યું કે છોકરાએ તેને આઈસક્રીમ લેવા માટે ના પાડી હતી. અને છોકરીને જાડી કહી હતી.તેમના રિલેશનશીપને હજુ તો માંડ 20 દિવસ થયા હતા.

બોયફ્રેન્ડે જ્યારે તેને જાડી કહ્યું તો તે ગુસ્સામાં એક દુકાનમાંથી ચપ્પુ લઈ આવી અને તેના બોયફ્રેન્ડ પર તે ચપ્પુ વડે હુમલો કરી દીધો. છોકરાએ તેને ક્હ્યું કે, તુ આટલી જાડી છે તો પણ તારે આઈસક્રીમ ખાવું છે!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp