Xiaomiએ લોન્ચ કર્યો 108 મેગા પિક્સેલ કેમેરાવાળો સૌથી સસ્તો ફોન, જાણો કિંમત

PC: gadgets.ndtv.com

Xioamiએ ભારતમાં પોતાનો નવો Redmi Note 10 સીરિઝ લોન્ચ કરી દીધી છે. આ સીરિઝ હેઠળ Redmi Note 10, Redmi Note 10 Pro અને Redmi Note 10 Pro Maxને લોન્ચ કરવામાં આવ્યા છે. હાલમાં અમે તમને Redmi Note 10 Pro Max અંગે વિસ્તારથી જણાવવા જઈ રહ્યા છીએ. લોન્ચની સાથે જ આ ભારતનો સૌથી સસ્તો 108 મેગા પિક્સેલવાળો સ્માર્ટફોન બની ગયો છે.

Redmi Note 10 Pro Maxના 6GB+64GB વેરિયન્ટની કિંમત 18999 રૂપિયા, 6GB+128GB વેરિયન્ટની કિંમત 19999 રૂપિયા અને 8GB+128GB વેરિયન્ટની કિંમત 21999 રૂપિયા રાખવામાં આવી છે. ગ્રાહકો તેને ડાર્ક નાઈટ, ગ્લેશિયર બ્લૂ અને વિન્ટેજ બ્રોન્ઝ કલર ઓપ્શનમાંથી ખરીદી શકશે. આ નવા સ્માર્ટફોનનું વેચાણ 18 માર્ચથી Amazon, Xiaomiની ઓફિશિયલ વેબસાઈટ, Mi Home Stars અને ઓફલાઈન રિટેલ પાર્ટનર્સ દ્વારા કરવામાં આવશે.

લોન્ચ ઓફર્સની વાત કરીએ તો Redmi Note 10 સીરિઝ પર ગ્રાહકોને ICICI બેંક ક્રેડિટ કાર્ડ અને EMI ટ્રાન્ઝેક્શન પર 1500 રૂપિયાનું ઈનસ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ ગ્રાહકોને 349 રૂપિયાવાળા પ્લાનથી રિચાર્જ કરાવવા પર 10000 રૂપિયાની વેલ્યુના જીયો બેનિફિટ પણ મળશે. ડ્યુઅલ સિમ સપોર્ટવાળો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 બેસ્ડ MIUI 12 પર ચાલે છે અને તેમાં HDR-10 સપોર્ટની સાથે 6.67 ઈંચ ફૂલ HD+ સુપર AMOLED ડિસપ્લે આપવામાં આવી છે.

આ સ્માર્ટફોનમાં 8GB સુધીની LPDDR4X રેમ અને Adreno 618 GPUની સાથે ઓક્ટા-કોર ક્વોલકોમ સ્નેપડ્રેગન 732G પ્રોસર આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે ફોનના રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ હાજર છે. તેનો પ્રાઈમરી કેમેરો 108 MPનો છે. સાથે જ તેમાં 5 MP સુપર માઈક્રો કેમેરો, 8 MP અલ્ટ્રા-વાઈડ એંગલ કેમેરો અને 2 MP ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. સેલ્ફી માટે સ્માર્ટફોનના ફ્રન્ટમાં 16 MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોનમાં યુઝર્સને નાઈટ મોડ 2.0, મેજિક ક્લોન મોડ, લોન્ગ એક્સપોઝર મોડ, વીડિયો પ્રો મોડ અને ડ્યુઅલ વીડિયો પણ મળશે. તેની ઈન્ટરનલ મેમરી 128GB સુધી માઈક્રો એસડી કાર્ડની મદદથી વધારી શકાય તેમ છે. આ ફોનમાં 5000 mAhની બેટરી આપવામાં આવી છે અને સાથે જ તેમાં 33W ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ પણ આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp