દુનિયાનો સૌથી ફાસ્ટ સ્માર્ટફોન Redmi K20 Pro ભારતમાં ટૂંક સમયમાં કરાશે લોન્ચ

PC: androidcentral.com

ચીની સ્માર્ટફોન કંપની Xiaomi ભારતમાં એક ફ્લેગશિપ સ્માર્ટફોન Redmi K20 Pro લોન્ચ કરવાની તૈયારીમાં છે. લોન્ચ પહેલા તેનું ટીઝર અને પોસ્ટર રીલિઝ કરાયા છે. કંપનીએ તેના દ્વારા OnePlus 7 Proને ટક્કર આપવાનો ટાર્ગેટ સેટ કરી લીધો છે. આ જ કારણ છે કે, OnePlus 7 Proના પોસ્ટરની બાજુમાં Xiaomiએ પણ Redmi K20 Proનું પોસ્ટર લગાવીને OnePlus 7 Proની મજાક ઉડાવી છે.

ભારતમાં Redmi K20 Pro લોન્ચ ક્યારે થશે તેની તારીખની જાહેરાત હજુ નથી કરાઈ. પરંતુ તેને કંપની કદાચ આ જ મહિનામાં લોન્ચ કરી શકે છે. Xiaomiના આ સ્માર્ટફોનનો AnTuTu સ્કોર સામે આવ્યો છે. જણાવી દઈએ કે, તેનો સ્કોર 388803 છે. હવે માત્ર આ સ્કોરની વાત કરીએ તો તે ખૂબ જ આગળ છે અને Xiaomi તેને દુનિયાનો સૌથી ફાસ્ટ ફોન કહી રહી છે.

Redmi K20 Proમાં Qualcomm Snapdragon 855 પ્રોસેસર આપવામાં આવશે, જે હવે Qualcommનો ફ્લેગશિપ પ્રોસેસર છે. Xiaomiએ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વિટ કર્યું છે, જેમાં ફરી એકવાર Plusનું સાઈન બનાવીને OnePlusની મજાક ઉડાવી છે. Redmi K20 Pro હત મહિને જ ચીનમાં લોન્ચ થઈ ચુક્યો છે. સ્પેસિફિકેશન્સની વાત કરીએ તો તેમાં Qualcomm Snapdragon 855ની સાથે 8Gb રેમ આપવામાં આવી છે અને ઈન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સ્કેનર પણ છે.

ચીનમાં એક નહીં પરંતુ આ સીરિઝના બે સ્માર્ટફોન્સ લોન્ચ કરવામાં આવ્યા છે. Redmi K20 Proની સાથે Redmi K20 પણ લોન્ચ કરવામાં આવ્યો છે. ભારતમાં આ બંને જ સ્માર્ટફોન લોન્ચ કરવામાં આવશે કે પછી કંપની Redmi K20 Pro જ લોન્ચ કરશે તે હજુ સ્પષ્ટ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp