ચોમાસામાં મહિલાઓ ચેતેઃ ગુજરાતમાં શાકભાજી અને મસાલાપાકોમાં સૌથી વધુ જંતુનાશકો

PC: indiatimes.com

 પ્રાકૃતિક કૃષિ વિષય ઉપર રાજ્ય સરકારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનાં કહેવાથી આ કૃષિનાં પ્રણેતા એવા પદ્મશ્રી સુભાષ  પાલેકરની એક કાર્યશાળાનું આયોજન કર્યું હતું. lત્યારે રાજ્યપાલ જંતુનાશકો ન વાપરવા માટે સલાહ આપી છે. ગુજરાતમાં 15430 ટન જંતુનાશક દવા અને રસાયણો છેલ્લાં 5 વર્ષમાં વપરાઈ છે. જે દરેક વ્યક્તિ દીઠ 250 ગ્રામ જંતુનાશકો વપરાય છે. વર્ષે 50 ગ્રામ ઝેર લોકો આરોગે છે. જે સીધા જ શાકભાજી, અનાજ કે કૃષિ પેદાશોમાં અથવા પાણી કે જમીનમાં ભળે છે. તે આખરે માણસોના પેટમાં જાય છે. પંજાબમાં 40 હજાર મેટ્રિક ટન વાપરે છે. જેમાં પેસ્ટીસાઈઝ્ડનો વપરાશ વર્ષે 1500 ટનની આસપાસ હોય છે. હેક્ટર દીઠ 117 ગ્રામ ઝેર વપરાય છે. 

ગુજરાતમાં અનાજ સહિતના પાકમાં રસાયણિક ખાતર અને જંતુનાશક દવાના વપરાશને કારણે ફળદ્રૂપ જમીન ખરાબામાં ફેરવાઈ રહી છે. તેની સાથે નાગરિકોનો આરોગ્ય સામે મોટો ખતરો ઊભો થયો છે, તેથી  સજીવ ખેતી દ્વારા આરોગ્યપ્રદ ઉત્પાદનો-ચીજવસ્તુઓ મળી રહે તે માટે નવી સેન્દ્રીય (સજીવ ખેતી) નીતિ-2015 બનાવી હતી. પણ તેનો અમલ થતો નથી. રાજ્યમાં 2015માં 41,950 હેક્ટરમાં સજીવ ખેતી થતી હતી જેમાં આજે 50 હજારથી વધુ હેક્ટરમાં ખેતી થતી નથી. કેટલાક ખેડૂતો, એનજીઓ પોતાની રીતે ઓર્ગેનિક-સેન્દ્રીય ખેતી કરે છે. છેલ્લા ૨૦ વર્ષથી છુટાછવાયા પ્રયાસો થઈ રહ્યા છે.રાજ્યમાં આંબા, જીરુ, દેશી કપાસ, મગફળી, ચણા અને મકાઈના પાકની 15,392 હેક્ટર જમીનને સ્કોપ સર્ટિફિકેટ મળ્યું છે. 

8 રાજ્યોમાં સજીવ ખેતી નીતિ

દેશમાં સિક્કીમ, કેરળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મિઝોરમ, હિમાચલ પ્રદેશ અને નાગાલેન્ડ સહિત આઠ રાજ્યોએ સજીવ ખેતી નીતિ જાહેર કરી છે. પછી ગુજરાતે જાહેર કરી છે. ભારતમાં રૂ.2 લાખ કરોડનું ઓર્ગેનિક ઉત્પાદનનું માર્કેટ છે. ગુજરાતનાં અનેક મોટાં શહેરોમાં હવે ઓર્ગેનિક મૉલ ઊભા થઈ રહ્યા છે. સિક્કિમ વાર્ષિક ૮ લાખ ટન ઓર્ગેનિક પેદાશો ઉત્પન્ન કરે છે, જે ભારતના કુલ ઓર્ગેનિક ઉત્પાદનનો ૬૫% હિસ્સો ધરાવે છે. વર્ષ ૨૦૧૬માં સિક્કિમ લગભગ ૭૫ હજાર હેક્ટર ખેતી લાયક જમીનમાં ફક્ત ઓર્ગેનિક ઉત્પાદન કરીને ભારતનું પ્રથમ ૧૦૦% ઓર્ગેનિક ખેતી કરતું રાજ્ય બન્યું હતું. ગુજરાતમાં 10 કરોડના બજેટની ફાળવણી ગુજરાત પણ આ મામલે હવે જાગ્રત થયું છે. સરકાર પણ આ મામલે સક્રિય બની છે. ફિક્કીના એક અહેવાલ મુજબ કૃષિ રસાયણનો ઉદ્યોગ દર વર્ષે ૧૨-૧૩ ટકાના દરથી વધીને વર્ષ ૨૦૧૯માં ૭.૫ અબજ ડોલરે છે. 

ઓર્ગેનિક યુનિવર્સિટી થઈ નહીં 

ગુજરાતમાં ઓર્ગેનિક યુનિવર્સિટી શરૂ કરવા નિર્ણય લેવાયો છે પણ તે બની શકી નથી. 

ગુજરાતમાંથી ખેતપેદાશોના લેવાયેલાં સેમ્પલોમાંથી ૪૩ સેમ્પલોમાં જંતુનાશકોનું ભયંકર પ્રમાણ જોવા મળ્યું. મહિલાઓએ સૌથી વધુ કાળજી લેવાની જરૃર. શાકભાજી અને મસાલાપાકોમાં સૌથી વધુ ઝેર.  દેશમાં જંતુનાશકોના સરવેમાં ગુજરાત ત્રીજા ક્રમે રહ્યું : ગુજરાતમાંથી બે લેબોરેટરી દ્વારા સેમ્પલોની ચકાસણી :  આણંદ કૃષિ યુનિ.ની લેબોરેટરી દ્વારા ગુજરાતના ડાકોર, ખંભાત, આણંદ, બરોડા અને ભરૃચમાંથી ૮૪૩ સેમ્પલો લેવાયાં હતા. ગુજરાતના ખેડૂતો સૌથી વધુ જંતુનાશકોનો ઉપયોગ મસાલા અને શાકભાજીના પાકોમાં કરે છે. 

ભોજનમાં ઝેર 

ખેડૂતોએ ચોમાસામાં શાકભાજીમાં આવતી રોગજીવાતને રોકવા માટે જંતુનાશકોનો વપરાશ વધાર્યો છે. જંતુનાશકોનું પ્રમાણ અટકાવવા ખેડૂતો સજીવ ખેતી તરફ વળી રહ્યા છે. રોગજીવાત આવતાં જ ખેડૂતો જંતુનાશક પાકમાં છંટકાવ કરવાનું પ્રમાણ વધારે છે. હાલમાં ખેડૂતો પાકમાં રોગ-જીવાતને રોકવા જંતુનાશકોનો છંટકાવ એ જ એકમાત્ર ઉપાય એમ સમજી રહ્યા છે. જંતુનાશક દવા એક પ્રકારનું ઝેર જ છે, તે છંટકાવ કરનારા સુરક્ષાના પગલાં ભરતા નહીં હોય તો આડકતરી રીતે શરીરમાં પહોંચીને અવયવોને નુકશાન પહોંચાડે છે. જંતુનાશકના છંટકાવ કરવાને કારણે શરીરમાં જતા એ ઝેરથી મૃત્યુ પામવાના બનાવો પણ વધી રહ્યા છે.

દેશમાં ત્રણ કૃષિ યુનિની. લેબોરેટરી દ્વારા નિયમિત થતો સરવે

ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા આણંદ કૃષિ યુનિ.ની લેબોરેટરી દ્વારા પણ ગુજરાતના ડાકોર, ખંભાત, આણંદ, બરોડા અને ભરૃચમાંથી ૮૮૨ સેમ્પલો લીધાં હતાં. 
ગુજરાતમાં થયેલા સરવેનું પરિણામ
પાક                   સેમ્પલ    જંતુનાશકોનું પ્રમાણ           
શાકભાજી            ૩૯૨                 ૧૪
ફળ                    ૧૦૮                 ૪
કઠોળ                 ૭૨                    ૦
ચોખા                 ૭૨                    ૧
ઘઉં                    ૭૨                    ૦
પાણી                 ૧૮                    ૦
મરચાં પાઉડર        ૩૩                    ૬
મસાલા               ૬૬                    ૧૭
દૂધ                    ૩૬                    ૦
કુલ                    ૮૪૩                 ૪૨

(નોંધ :  અવશેષોનું પ્રમાણ પીપીએમમાં છે)

કૃષિ રસાયણોના બેફામ ઉપયોગથી જમીન, પાણી અને વાતાવરણને અસહ્ય નુકશાન થયુ. એક સર્વે પ્રમાણે માત્ર ગુજરાતમાં કૃષિ રસાયણોથી ૩૦ ટકા જમીન તેની ગુણવત્તા ગુમાવી ચુકી છે. રાજ્યનો કુલ ભૌગોલિક વિસ્તાર ૧૯૬ લાખ હેક્ટર છે. તે પૈકી ૯૮.૦૧ લાખ હેક્ટર જમીનમાં ચોખ્ખુ વાવેતર થાય છે. 

ખેતી પાયમાલ 

ખેડૂત કૃષિ રસાયણોના ઉપયોગથી પાયમાલ બની રહ્યો છે. સાડા છ દાયકા પુર્વેની સરખામણીએ ઉપદ્રવી કિટકોની સંખ્યામાં ૧૬ ગણો વધારો થયો છે. જેના કારણે સુધારેલી ખેતીની નાજુક જાતો અનેક અવનવા કિટકો અને રોગોનો ભોગ બની રહી છે. ઉપદ્રવી કિટકો ખુબજ ઝડપથી જંતુનાશકો સામે પ્રતિકારકશક્તિ મેળવી રહ્યા છે. ભારતમાં ૨૪૬ પ્રકારના નુકશાનકારક જીવાતોએ વિવિધ જંતુનાશકો સામે પ્રતિકારક શક્તિ મેળવવામાં સફળતા મેળવી હોવાનું એક એક અભ્યાસમાં બહાર આવ્યુ છે. ગુજરાતમાં બીટી કોટનમાં જોવા મળતી ગુલાબી ઇયળે જંતુનાશક દવાઓ સામે પ્રતિકારકશક્તિ પ્રાપ્ત કરી લીધી છે. જે આગામી દિવસોમાં બીટી કોટન બિયારણ માટે વિનાશક બની રહેશે.

પ્રતિબંધિત જંતુનાશકોનો વપરાશ 

વિશ્વભરમાં પ્રતિબંધિત સાત જંતુનાશકો ગુજરાતમાં છુટથી વપરાય છે. અતિઝેરી જંતુનાશકો 30 ટકા ઉપયોગ થાય છે. લાંબા ગાળે એ જંતુનાશકનું ઝેર ખેતી પાક દ્વારા તેનો ઉપયોગ કરનારાઓના શરીરમાં પણ જાય છે, એ અંગે તો આપણે ત્યાં કોઇ તકેદારી લેવાતી નથી, તે લાંબા સમય સુધી આવનારી પેઢીને નુકશાન કરશે. વળી ચોમાસા દરમ્યાન આ જંતુનાશકો પાણી સાથે આપણા પાણીના સ્ત્રોતો પણ પ્રદુષિત કરશે, તે વધુ જોખમી બની રહે એમ છે. કૃષિ ઉત્પાદનમાં કૂલ ખર્ચમાં 12 ટકા જેટલું ખર્ચ રસાયણિક જંતુનાશકોનું આવે છે. જંતુનાશક રાસાયણિક  દવાથી ખેતરના જંતુઓ હવે ટેવાઈ ગયા છે. તેથી, હાઈડોઝ આપવાથી જ મરે છે.

સીતાફળ શ્રેષ્ઠ જંતુનાશક 

ગુજરાતમાં સીતાફળની ખેતી 5400 એકરમાં ભાવનગર, અમદાવાદ, પંચમહાલ, વડોદરા અને જૂનાગઢમાં થાય છે. જેમાં 60થી 70 હજાર ટન ઉત્પાદન થાય છે. રાતા સરસરીયા, ચોખાનું ફૂદુ, ઘઉંની વાતરી અને કઠોળના ભોટવા જેવી ખેતરની જીવાતોનો નાશ કરે છે. પાન કોરી ખનાર ઈયળ, લીલી ઈયળ, કાતરા, મોલો, હીરા ફૂદું વગેરેને બી અને પાનનો અર્ક દૂર રાખે છે. સીતાફળનો ઉપયોગ કીટનાશક તરીકે થવા લાગ્યો છે. સીતાફળના બી, પાંદડા, છાલ અને મૂળમાં રહેલા રાસાયણિક તત્વો ખૂબ અસરકારક જંતુનાશક ગુણધર્મ ધરાવે છે. છોડની વૃદ્ધિ કરે છે સીતાફળના બીમાં એસિટોજેનીન પદાર્થ છે. 

જંતુનાશક દવાનું વેચાણ કરતી કંપનીઓના બિનપ્રમાણિત થયા હોઈ તેવા કિસ્સામાં ભાગ્યે જ પોલીસ ફરિયાદ કરવામાં આવે છે.

બનાવટી દવા 
બે વર્ષમાં જંતુનાશ દવાઓના લીધેલ નમુનાઓ પૈકી ૨૫૯ જેટલા નમુનાઓ ફેલ થયા છે મતલબ કે બનાવટી દવાઓ ખેડૂતોને પધરાવવામાં આવે છે, આવી મોઘા ભાવે ખરીદેલી દવાનો પાક પર છંટકાવ કરવામાથી પાક બચી શકતો નથી. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp