અમરેલીના ખેડૂતે આ રીતે ઘઉંનો મબલખ પાક ઉતારી બતાવ્યો

PC: ndtv.com

અમરેલીના રમેશભાઈ ગોંડલીયાએ 2014થી સતત ઘઉંનું મબલખ ઉત્પાદન મેળવી બતાવ્યું છે. તેમણે લોક વન અને જીડબલ્યુ – 366 જાતની સરખામણી કરવા માટે જવાબદારી સોંપવામાં આવી હતી. જેમાં જીડબલ્યુ – 366 જાતના ઘઉંનું 36 ટકા વધું ઉત્પાદન મેળવી શક્યા હતા. તેમના ખેતરમાં સત્તાવાર રીતે કરેલા પ્રયોગમાં એક વાત સામે આવી હતી કે, લોક -1 કરતાં જીડબલ્યુ – 366 જાતના ઘઉં ચઢીયાતા છે. તેમણે મબલખ ઉત્પાદન મળવી બતાવ્યું છે. લોક 1 કરવા આ જાતથી તેમને રૂ.15 હજારની વધું આવક થઈ છે.

ઘઉંની જીડબલ્યુ-366 જાત વિકસાવી છે જે એમ.પી., મહારાષ્ટ્ર અને રાજસ્થાનના ખેડૂતોમાં પ્રચલિત પામી છે. સારા ઉત્પાદન માટે GW-496, GW-273, GW-322, GW-366, GW-190 અને GW-1139 જાતો છે.

જીડબલ્યુ – 366ની પરિપક્વતા 116-120 દિવસની છે. સમયસર વાવણીની અવસ્થામાં વધુ ઉત્પાદન આપતી જાત છે. સરેરાશ પ્રતિ હેકટર ઉપજ 5170 કિલોગ્રામ છે. ડૂંડી લાંબી ઉપરથી ઘટ્ટ , દાણા મોટા ચળકાટવાળા છે.

55 વર્ષના રમેશભાઈ ખેતરમાં ઘઉંનું કામ કરી રહ્યાં હતા ત્યારે વાત કરતાં કહે છે કે, ઘઉં પાકની તાલીમ લીધા પછી ઘઉંની જાતોની સરખામણી પોતાના ખેતરમાં કરવા તૈયાર થયા હતા. તેમના ખેતરમાં આ બે જાતના ઘઉં ઉગાડ્યા હતા.

તેમના ખેતરમાં જે રીતે ઉત્પાદન મળ્યું તે ઘણું ચોંકાવનારું છે. એક હેક્ટરે લોક 1 ઘઉં 22.6 કિવિન્ટલ થયા હતા. જ્યારે જી ડબલ્યુ – 366નું ઉત્પાદન 30.89 ક્વિન્ટલ આવ્યું હતું. આમ બન્નેના ઉત્પાદનમાં 8.21 ક્વિન્ટલનો ફેર એક હેક્ટરે આવ્યો હતો. તેનો મતલબ કે જી ડબલ્યુ – 366નું ઉત્પાદન 36.22 ટકા વધું આવ્યું હતું.

આમ અખતરાથી તેમને એક હેક્ટરે રૂ.15,394 વધારે આવક મળી હતી. વધું આવક થતાં તેમની પૂછપરછ માટે આજે પણ રોજ ફોન આવે છે. તેમના ગામ બાબાપુરમાં ખેતરમાં ઘઉં જોવા માટે ઘણાં ખેડૂતો આવે છે. તેમની પાસે 7.5 હેક્ટર જમીન છે. તેમના ખેતરમાં કપાસ, એરંડી, ઘઉં, બાજરી, કઠોળ ઉગાડે છે.

ગુજરાતમાં 10 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર થાય છે. 14 ડિસેમ્બર 2019 સુધીમાં 7 લાખ હેક્ટરમાં વાવેતર થઈ ગયું છે. ગયા વર્ષ કરતાં આ વખતે વધારે વાવેતર થયું છે. જેમાં 5 લાખ હેક્ટરમાં લોક 1 ઘઉંનું વાવેતર થાય છે. એ હિસાબે જો જી ડબલ્યુ – 366નું વાવેતર કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને વર્ષે 35 ટકા ઉત્પાદન વધારી શકાય તેમ છે. રૂ.750 કરોડની ખોટ લોક 1 વાવવાથી થઈ રહી હોવાનું તેના પરથી કહી શકાય તેમ છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp