કોરોનાકાળમાં ગુજરાતના ખેડૂતોની કોઠાસૂઝ, સમય પારખી આ પાકનું વાવેતર ઘટાડી દીધું

PC: Khabarchhe.com

ગુજરાતના ખેડૂતોની વેપારી કોઢા સુઝ ગજબની છે. તેઓ જાણી ગયા હતા કે કોરોનાના કારણે વેપાર ઉદ્યોગ છપ્પ રહેશે. તેથી કપાસના તારનો ઉદ્યોગ તેજીમાં આવતાં મહિનાઓ નિકળી જશે. તેથી તેની વેપારી ખપત રહેવાની નથી. આ જાણીને ખેડૂતોએ કપાસનું વાવેતર એકદમ ઘટાડી દીધું છે. ગયા વર્ષે આ સમયે 24.70 લાખ હેક્ટર વાવેતર કર્યું તો તેની સામે આ વખતે 22.50 લાખ હેક્ટરમાં વાવેતર કર્યું છે. 2.20 લાખ હેક્ટરનું વાવેતર ઘટાડી દીધું છે. જે ગયા વર્ષની સરખામણીએ 10 ટકા છે. સારો વરસાદ થયો હોવાથી આ વખતે કપાસનું ખરેખર વાવેતર 30-32 લાખ હેક્ટરમાં થવું જોઈતું હતું. આમ ખેડૂતોએ પવન જોઈને વાવેતર કર્યું છે. જોકે, ગયા વર્ષે ખેડૂતોને રૂના ભાવ સારા મળ્યા ન હતા. તે પણ એક વેપારી કારણ છે. 2018માં આ સમય દરમિયાન 26.58 લાખ હેક્ટર કપાસ ઉગાડવામાં આવ્યો હતો.

સૌથી વધું કપાસ અમરેલીમાં અને ત્યારબાદ સુરેન્દ્રનગરમાં વાવવામાં આવ્યો છે. ભાવનગર, મોરબી અને બોટાદનો ત્યાર પછી ઉતરતો ક્રમ છે.

કુલ વાવેતર 22.50 લાખ હેક્ટરનું છે. જેમાં એકલા સૌરાષ્ટ્રના 11 જિલ્લાનું વાવેતર 15.33 લાખ હેક્ટર છે. સમગ્ર રાજ્યમાં 68 ટકા વાવેતર સૌરાષ્ટ્રનું છે. રાજ્યના કુલ 98 લાખ હેક્ટર વાવેતર વિસ્તારમાંથી 25 ટકા કપાસનું વાવેતર થયું છે. ગંભીર વાત એ છે કે જ્યાં કપાસનું વાવેતર થાય છે ત્યાં 100 ટકા સિંચાઈ ધરાવતો વિસ્તાર છે.

આ વખતે સારા વરસાદના કારણે હેક્ટરે 550થી 570 કિલો કપાસ પાકવાની શક્યતા છે. 70.13 લાખટનથી 71 લાખ ટન કપાસ પાકવાની ધારણા છે. ચીન અને બીજા દેશો કપાસ તારની ખરીદી ઓછી કરશે. જો 30 લાખ હેક્ટરમાં વાવેતર થયું હોત તો 1 કરોડ ટન (કે ગાંસડી) સુધી ઉત્પાદન  થયું હોત. તો ભાવ તળિયા આવ્યા હોત. આમેય ખેડૂતોને 2014થી કેન્દ્ન સરકારની અવળી નીતિના કારણે ભાવ 1600 રૂપિયા મળવા જોઈતા હતા તેના સ્થાને 900-1100 સુધી જ મળેલા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp