ગુજરાતના ખેડૂતે ઓઈલ પામની ખેતીમાંથી મેળવી ઘણી સારી આવક

PC: Khabarchhe.com

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણેક મહિનાથી ચાલી રહેલા લોક ડાઉન હેઠળના સમય ગાળામાં પણ એવા ખેડૂતો સામે આવ્યા છે કે વિવિધ રોકડીયા પાકોથી લાખો રૂપિયાની આવક મેળવી આવેલી મુસીબતો, આફત, અવરોધ, પડકારો, ને આવકના અવસરમાં બદલી પોતાનો સમય શ્રેષ્ઠ કર્યો કર્યો છે. સામાન્ય રીતે ખેડૂતો ઋતુ પ્રમાણે ખેતી કરતા હોય છે પણ ખેતીમાં રોગ કે કમોસમી વરસાદ અને બીજા અનેક કારણો સર પાક નિષ્ફળ જતો હોય છે.અને મોટુ નુકસાન થતું હોય છે.

ખેડૂતોની હાલતમાંથી બહાર લાવવા અને તેઓને ઝડપથી અને ઓછા સમયમાં પાક તૈયાર થાય અને રોકડા નાણાં મળે તેવા પાકો માટે રાજ્ય સરકાર ખેડૂતો માટે ખૂબ સંવેદનસીલ છે. આવકમાં કઈ રીતે વધારો કરી શકાય તેનું પણ પૂરતું ધ્યાન રાખી રહી છે.રાજ્ય સરકારના ખેતી વાડી અધિકારી, બાગાયત, અને આત્મા પ્રોજેક્ટ, દ્વારા માર્ગ દર્શન કરવામાં આવે છે અને અનેક યોજનઓ, સહાય સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવે છે જેનો ખેડૂતો લાભ લઈ આગળ પણ આવી રહ્યા છે.

જેના ભાગ રૂપે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હીતને ધ્યાનમાં રાખી ઓઇલ પામની ખેતી કરાવવા માટે કઈ કંપનીઓને રાજ્ય સરકાર દ્વારા માન્યતા પણ આપવામાં આવી છે.તેમાની એક કંપની દ્વારા આણંદના વઘાસી ગામના ખેડૂત મનહરભાઇ પટેલને ઓઇલ પામની ખેતી વિશે પૂરતું જ્ઞાન આપીને છેલ્લા 10 વર્ષથી 16 વીઘા જમીનમાં ઓઇલ પામની ખેતી કરાવી રહ્યા છે.

હાલ કોરોના મહામારી અને સંક્રમણનો સમય તેમજ ત્રણેક મહિના નું લોક ડાઉનનો ગાળો ચાલી રહ્યો હોવા છતા આ ખેડૂતની આવકમાં કોઈ પણ જાતનો ઘટાડો આવ્યો નથી. અને આ ખેતીમાં કોઇપણ પ્રકારનો રોગ કે કમોસમી વરસાદે હેરાન કર્યા નથી. મનહરભાઈ પટેલ આ ખેતીમાં બારે બાર માસ એકધારી આવક મેળવી રહ્યા છે. મનહરભાઇ પટેલ દ્વારા આવા મહામારીના સમયમા પણ તેમની ઓઇલ પામની ખેતીની આવકમા કોઈપણ જાતનો ઘટાડો આવ્યો નથી તે વાતની જાણ નાયબ બાગાયત નિયામક પિલ્લાઈ ને થતા તેઓએ કલેક્ટર આર જી. ગોહીલ અને જીલ્લા વિકાસ અધિકારી આશિષ કુમાર, તાલીમી આઇ. એ. એસ.અધિકારી સચિન કુમારે વઘાસી ગામના ઓઇલ પામની ખેતી કરતા ખેડૂત મનહરભાઇ પટેલના ખેતરની મુલાકાત લીધી હતી.

કલેક્ટરે ઓઇલ પામની ખેતી વિશે જાણકારી મેળવી અને અન્ય ખેડૂતો માટે કાયમી આવક આપનારી હોવાથી પ્રેરણા રૂપ ખેતી છે. કલેકટર, ડી.ડી. ઓ, એ ખેડૂત મનહર ભાઈ પટેલ ને અભિનંદન પાઠવ્યા હતા ઓઇલ પામની ખેતી વિશે જાણકારી મળેવી કલેકટએ પણ ખેડૂતને ખેતી વિશે ઘણું માર્ગદર્શન આપ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp