કમોસમી વરસાદને કારણે જેને પાકનું નુકસાન થયું તેમના માટે CMએ આપ્યા રાહતના સમાચાર

PC: khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતમાં દિવાળી બાદ થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને જે નુકશાન થયું છે તેનો સરવે કરવામાં આવી રહ્યો છે તેની વિગતો આપતા કહ્યું કે, રાજ્ય સરકારે આગામી તા.15 નવેમ્બર-2019 સુધી મગફળી અને જણસીઓની ટેકાના ભાવે ખરીદી ખેડૂતોના વ્યાપક હિતમાં મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં એમ પણ કહ્યું કે, જે ખેડૂતોએ પોતાના પાકનો વીમો ઉતરાવેલો છે તેમને વીમા કંપની તરફથી યોગ્ય વળતર-સહાય કોઈ મુશ્કેલી વગર મળે તે માટે રાજ્ય સરકારે આ વીમા કંપનીઓની દિલ્હી ખાતેની કચેરીઓ સમક્ષ રજુઆત કરી છે. વિજય રૂપાણીએ જણાવ્યું કે, જે ધરતીપુત્રો પાકનો વીમો લીધેલો નથી તેમને નૂકશાનીનો સરવે કરીને નિયમ મુજબ સહાય-વળતર ચૂકવવામાં આવશે. તેમણે તાજેતરના વરસાદથી જો જરૂર જણાય તો નુકશાનીનો ફરીથી સરવે કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું.

મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યમાં સંભવિત ‘મહા’ વાવાઝોડાની આપત્તિ સામે તંત્ર સતર્ક અને સજાગ છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં આ માટે જરૂરી તૈયારીઓ સાથે કંટ્રોલ રૂમ પણ શરૂ કરી દેવા માટેની સૂચનાઓ આપી છે અને તે પણ જરૂરિયાત મુજબ ત્વરાએ કાર્યરત થઇ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp