ગુજરાતના 18 જિલ્લામાં વરસાદથી પાકને નુકશાન, પાક વીમો ધરાવતા ખેડૂતો આ વાંચી લે

PC: huffingtonpost.com

રાજ્યના 18 જિલ્લાના 44 તાલુકાઓમાં છેલ્લા 3 દિવસમાં 1 ઇંચ થી વધુ કમોસમી વરસાદ થયો છે તેના પરિણામે પાકને થયેલા નુકસાનની સમીક્ષા કરી સર્વે કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સૂચનાઓ આપી છે. કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે આ અંગેની વિગતો પત્રકારોને આપતાં જણાવ્યું કે, આ નુકસાની સંદર્ભમાં બે તબક્કે સરવેની પ્રક્રિયા હાથ ધરાશે.

તદનુસાર જે ખેડૂતોએ પાકનો વીમો ઉતરાવ્યો છે તે ખેડૂતોએ પાક નુકસાન અંગે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની રહેશે. આ માટે વીમા કંપનીઓ ના ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે, આવી ફરિયાદ મળ્યા બાદ વીમા કંપની અને રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ સાથે મળી સર્વે કરશે અને નુકસાની સહાય ધારા ધોરણો મુજબ ચૂકવાશે.

તેમણે કહ્યું કે, મુખ્યમંત્રીએ એવી પણ સૂચનાઓ આપી છે કે, જે ખેડૂતોએ પાક વીમો ઉતરાવ્યો નથી તેવા ખેડૂતોના કિસ્સામાં રાજ્ય સરકારના કૃષિ વિભાગના અધિકારીઓ આજથી જ નુકસાનીના સર્વેનું કામ શરૂ કરી દેશે અને નુકસાન અંદાજ મેળવ્યા બાદ એસ.ડી.આર.એફ.ના નિયમોનુસાર સહાય ચૂકવાશે. કૃષિ અધિક મુખ્ય સચિવે જે 18 જિલ્લાના 44 તાલુકાઓમાં એક ઇંચ થી વધુ વરસાદ થયો છે તેની વિગતો આપતા કહ્યું કે, આ વરસાદથી ખાસ કરીને ડાંગર કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે.

જે 44 તાલુકાઓમાં વરસાદ થયો છે તેમાં સુરેન્દ્રનગરના 7, ખેડાના 5, ભરૂચના 4, મોરબીના 4, અમદાવાદ-આણંદ-નર્મદાના 3-3, અરવલ્લી-નવસારી-રાજકોટ અને વડોદરાના 2-2 તેમજ અમરેલી છોટાઉદેપુર-ગાંધીનગર-જામનગર-જૂનાગઢ-કચ્છ અને વલસાડના 1-1 તાલુકાઓનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, જે ખેડૂતોએ વીમો ઉતરાવ્યો છે તેમણે 72 કલાકમાં ટોલ ફ્રી નંબર પર ફરિયાદ કરવાની હોય છે અને ત્યાર બાદ 10 દિવસમાં વીમા કંપની દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાતી હોય છે.

રાજ્યમાં પ્રધાન મંત્રી ફસલ બીમા યોજના અન્વયે જે વીમા કંપનીઓ એ ટોલ ફ્રી નંબર જિલ્લા વાઇઝ જાહેર કર્યા છે તેની વિગતો પણ કૃષિ અધિક મુખ્ય સચિવ પી.કે.પરમારે આપી હતી.

આ અનુસાર....

Reliance General Insurance Co. 1800 300 24088

1 Rajkot

2 TAPI

3 SURAT

4 NAVSARI

5 DANG

6 VALSAD

Universal Sompo General Insurance Co. 1800 200 5142

7Amreli

8 PANCHAMAHAL

9 BHARUCH

10 MEHSANA

11 GANDHINAGAR

12 NARMADA

Bharti axa General Insurance Co. 1800 103 7712

13 Jamnagar

14 MAHISAGAR

15 DAHOD

16 GIR SOMNATH

17 BARODA

18 CHHOTA UDEPUR

Agriculture Insurance Co. of India Ltd.(AIC) 1800 116 515

19 Junagadh

20 AHMEDABAD

21 BOTAD

22 SABARKANTA

23 KUTCH

Universal Sompo General Insurance Co. 1800 200 5142

24Morbi

25 BANASKANTHA

26 SURENDRANAGAR

27 PATAN

28 ANAND

Reliance General Insurance Co. 1800 300 24088

29 Dev bhumi Dwarka

30 PORABANDAR

31 BHAVNAGAR

32 ARAVALLI

33 KHEDA માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp