જયેશ રાદડીયાએ જણાવ્યું કપાસીયા અને સીંગતેલના ભાવમાં વધારો શું કામ થયો

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ નાયબ CM નીતિન પટેલે રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવો સંદર્ભે ખેડૂતોને મળતી રકમ અંગે જણાવ્યું કે કોઇપણ ઉત્પાદનને ટેકાના ભાવે ખરીદીનું કાર્ય કેન્દ્ર સરકાર મારફતે કરે છે. ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન વિપુલ પ્રમાણમાં થતા કેન્દ્ર સરકારે નિકાસની પરવાનગી આપી છે. પરિણામે ટેકાના ભાવ કરતા ખુલ્લા બજારમાં ખેડૂતોને વધુ ભાવો મળ્યા છે અને પરિણામે મગફળી વાવેતર કરતા ખેડૂતોને આર્થિક વધુ લાભ થયો છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારે છેલ્લા બે વર્ષમાં 7 લાખ મેટ્રિક ટન મગફળી રૂા.1100ના ભાવે ખરીદી ખેડૂતોને રૂા.ચાર હજાર કરોડ ચૂકવવામાં આવ્યા છે. રાજ્યમાં ખાદ્યતેલના વધતા જતા ભાવોના અંકુશ બાબતે જયેશ રાદડીયાએ જણાવ્યું કે, જાન્યુઆરી 2019 થી ડિસેમ્બર 2019માં કપાસીયા અને સીંગતેલના છૂટક ભાવોમાં ખૂબ નજીવો ભાવ વધારો થયો છે. જ્યારે કોવિડ-19 સમયગાળામાં પરિવહન-મજૂરીની ઓછી ઉપલબ્ધતાના કારણે ભાવો પર અસર થઇ ગઇ છે.

જયેશ રાદડીયાએ જણાવ્યું કે, સીંગતેલ અને કપાસીયા તેલના ભાવો અંકુશમાં રાખવા ભારત સરકારના જરૂરી સૂચના બહાર પાડવામાં આવ્યા છે. એટલું જ નહી રાજ્ય સરકારે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ વર્ષમાં બે વખત બી.પી.એલ અને અંત્યોદય રેશનકાર્ડ ધારકોને યુક્ત વર્તમાન ભાવથી નીચા દરે કાર્ડ દીઠ 1 લીટર પ્રમાણે વિતરણ કરવામાં આવ્યુ છે. જયેશ રાદડીયાએ જણાવ્યું કે વર્ષ 2019 દરમિયાન અંદાજિત કુલ 66.55 લાખ પાઉચ તેમજ વર્ષ દરમિયાન 75.30 પાઉચનું વિતરણ કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp