પહેલાથી જ આકાશે આંબ્યા ડુંગળીના ભાવ, હવે આવ્યા વધુ એક માઠા સમાચાર

PC: Bloomberg Quint

ડુંગળીના ભાવોમાં આગ લાગી છે. જોકે, સરકારની દખલ પછી દિલ્હી, મુંબઈ અને ચેન્નઈ જેવા પ્રમુખ બજારોમાં ડુંગળીના જથ્થાબંધ ભાવોમાં 10 રૂપિયા કિલો સુધીનો ઘટાડો આવ્યો છે. આ વર્ષે ડુંગળીને ખાસ્સું નુક્સાન પણ પહોંચ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે, 1 લાખ ટનના બફર સ્ટોરેજમાં ચોથો ભાગ એટલે કે 25 હજાર ટન ડુંગળી ભેજના કારણે સડી ગઇ છે.

કેન્દ્રનો સ્ટોક સંભાળે છે નાફેડ

નાફેડના મેનેડિંગ ડિરેક્ટર એસકે ચઢ્ઢાએ કહ્યું કે કાંદાની સેલ્ફ લાઇફ સાડા ત્રણ મહિનાની હોય છે. ત્યાર પછી તે સડવા લાગે છે. અમે માર્ચ એપ્રિલના મહિનાથી બફર સ્ટોક માટે કાંદાની ખરીદી કરી રહ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 6-7 મહિના થઇ ચૂક્યા છે. જણાવી દઇએ કે નાફેડ જ કેન્દ્ર સરકાર માટે સ્ટોક સંભાળે છે.

43 હજાર ટન ડુંગળી બજારમાં

નાફેડના મેનેજિંગ ડિરેક્ટરે કહ્યું કે, અત્યાર સુધીમાં 43 હજાર ટન કાંદા બજારમાં આવી ગયા છે. નવેમ્બરના પહેલા અઠિવાડિયા સુધીમાં તે લગભગ 22 હજાર ટન કાંદા વધુ બજારમાં ઉતારશે. માનવામાં આવી રહ્યું છે કે, ત્યાર પછી નાફેડનો સ્ટોક લગભગ ખતમ થઇ જશે, કારણ કે 25 હજાર ટન કાંદા ભેજ લાગી જવાને કારણે ખરાબ થઇ જશે.

ગયા વર્ષે 50 ટકા સડી ગયા હતા કાંદા

દર વર્ષે ડુંગળીની કિંમત આકાશે આંબી જાય છે. એવામાં સરકાર કાંદા માટે બફર સ્ટોક તૈયાર કરી રહી છે. ગયા વર્ષે નાફેડે 57 હજાર ટન બફર સ્ટોક તૈયાર કર્યો હતો, જેમાંથી લગભગ 30 હજાર ટન કાંદા ખરાબ થઇ ગયા હતા. તેની સરખામણીમાં આ વખતે સ્થિતિ સારી છે. આ વર્ષે 1 લાખ ટન કાંદાનો સ્ટોક તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં લગભગ 25 હજાર ટન જ કાંદા બર્બાદ થયા.

ભારતમાં ડુંગળીનો પાક ગરમી, ગરમી પછી અને શિયાળામાં વાવવામાં આવે છે. સપ્ટેમ્બરમાં ખરીફ ડુંગળીની આવક શરૂ થઇ જાય છે. જ્યારે નવેમ્બર પછીના ખરીફ પાક અને એપ્રિલ પછીના રવિ પાકથી ડુંગળીની આવક થાય છે. ગયા વર્ષે મોનસૂનના કારણે ભારે વરસાદના પગલે કાંદાની આવકને ખૂબ ખરાબ રીતે પ્રભાવિત કરી હતી. કાંદાની કિંમતોમાં આગ લાગવાનું બીજુ કારણ છે ડુંગળીના બીજોમાં ભારે અછત. તો ત્રીજું કારણ છે બફર સ્ટોક ઓછો હોવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp