ખેડૂતો માટે PM મોદીનો મોટો નિર્ણય, ગુજરાતના 60 લાખ ખેડૂતોને લાભ થશે

PC: theweek.in

કેન્દ્રીય કેબિનેટમાં ખેડૂતો માટે લેવાયેલા મહત્વના નિર્ણયથી ગુજરાતના 60 લાખ ખેડૂતોને મોટો ફાયદો થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે કિસાનોની ઉપજને એસેન્સિયલ કોમોડિટી એક્ટમાંથી બાકાત કરી દીધી હોવાના પરિણામે ખેડૂતો માટે અચ્છે દિન આવ્યા છે.

કેબિનેટની બેઠકમાં કિસાનોની ઉપજ તેલ, દાળ, અનાજ, બટાટા, ડુંગળી જેવી ચીજવસ્તુઓને એસેન્સિયલ કોમોડિટી એક્ટમાંથી બહાર કાઢવામાં આવી છે તેથી તેમને હવે આ ઉપજ એપીએમસીમાં ફરજીયાત વેચવી નહીં પડે. ખેડૂતો જાતે જ સ્ટોર ખોલીને કે નિકાસ કરીને તેમના ઉત્પાદનો બજારમાં વેચી શકશે.

અત્યાર સુધી એવું હતું કે કૃષિ ઉત્પાદનોને સરકારે એસેન્સિયલ કોમોડિટી એક્ટમાં લઇ લીધા હતા તેથી ખેડૂતોને ફરજીયાત તેમના ઉત્પાદનો એપીએમસીમાં વેચવા પડતા હતા અને તેઓ જે ભાવ નક્કી કરે તે ભાવે ઉત્પાદનો વેચવા પડતા હતા પરંતુ હવે ખેડૂતો ખુલ્લા બજારમાં વધુ ભાવ મળતાં હોય તો તેમના ઉત્પાદનોને વેચી શકશે.

એટલું જ નહીં, ખેડૂતો સીધા એક્સપોર્ટર્સ અથવા તો પ્રોસેસર્સને તેમની ઉપજ વેચી શકશે. જો કે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે સંકટનો સમય હોય અથવા તો મોંઘવારી વધતી હોય ત્યારે તેની પર સ્ટોક લિમિટ લગાવવામાં આવી શકે છે. સરકારે એવી કબૂલાત કરી છે કે એસેન્સિયલ કોમોડિટી એક્ટના કારણે કૃષિ વિભાગ અને ખેડૂતોને ખૂબ નુકશાન થયું છે.

સરકારે કહ્યું છે કે આ એક્ટના કારણે સ્ટોરેજ વધ્યો નથી કે નિકાસ પણ વધી નથી. આ સેક્ટરમાં રોકાણ પણ થયું નથી. આ દેશમાં કૃષિ ઉપજની કોઇ મુશ્કેલી નથી પરંતુ હવે ખેડૂતોને રાહત મળી છે. ખેડૂતો પોતાની મંડી પણ બનાવી શકશે. ગુજરાતના ખેડૂતોને ગમે ત્યાં તેમની ઉપજ વેચી શકશે.

 નિષ્ણાતો કહે છે કે આ ખૂબ જ ઐતિહાસિક નિર્ણય છે અને સાહસી પણ છે. કારણ કે આનાથી ખેડૂતોની ઇન્કમ બમણી કરવાની જે વાત છે તેને વેગ મળશે. પરંતુ તેની સાથે તે પણ ધ્યાન રાખવું પડશે કે આ વસ્તુઓના ભાવ લોકોની પહોંચની બહાર ન થઇ જાય. કારણ કે બજારમાં સીધા વેચાણથી તેના ભાવો વધવાની શક્યતા છે. 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp