12 સપ્ટેમ્બરે લોન્ચ થશે કિસાન માનધન યોજના, જાણો કઈ રીતે લઈ શકાશે લાભ

PC: twitter.com

ગુરુવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કિસાન માનધન યોજના લોન્ચ કરવાના છે. ઝારખંડથી આ યોજનાની શરૂઆત કરવામાં આવશે. આ એક રીતે ખેડૂતો માટેની પેન્શન યોજના છે. જેના હેઠળ 60 વર્ષ પછી ખેડૂતોને 3000 રૂપિયા પેન્શન રૂપે આપવામાં આવશે. જેનું ફંડ LIC મેનેજ કરશે.

એનરોલમેન્ટ પ્રક્રિયા શરૂઃ

આ યોજનાના લોન્ચ પહેલા જ મોટી સંખ્યામાં ખેડૂતોને સામેલ કરવાનો ધ્યેય છે. ઝારખંડમાં તેના માટે લગભગ 10 હજાર કોમન સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે. આ યોજનાને 5 કરોડ ખેડૂતો સુધી પહોંચાડવાનો લક્ષ્ય છે. ત્રણ વર્ષમાં 5 કરોડ લઘુ અને સીમાંત ખેડૂતોને જોડવામાં આવશે.

કોને લાભ મળશેઃ

આ યોજનાનો લાભ એવા ખેડૂતોને મળશે જેમની પાસે 2 હેક્ટર સુધીની ખેતીલાયક જમીન હોય. 18 થી 40 વર્ષની ઉમરવાળા ખેડૂતો તેની સાથે જોડાઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે 55 રૂપિયા દર મહિને જમા કરાવાના રહેશે. આ રકમ સીધે સીધી અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. આનાથી સરકારી ખજાના પર 10,774.5 કરોડ રૂપિયાનો વાર્ષિક બોજ વધશે.

સરકાર મદદ કરશેઃ

આ યોજના હેઠળ જે રકમ ખેડૂત જમા કરશે તેટલી જ રકમ સરકાર પણ જમા કરશે. જો કોઈની ઉમર 29 વર્ષની આસપાસ હોય તો તેને 100 રૂપિયા આપવાના રહેશે. તેનાથી ઓછી ઉમર વાળા લોકોને ઓછા રૂપિયા આપવાના રહેશે અને તેનાથી વધારે ઉમરના લોકોએ થોડા વધારે રૂપિયા આપવાના રહેશે. સરકારે આ યોજનાની મંજૂરી પહેલી કેબિનેટ બેઠકમાં આપી દીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp