તુલસી જેવા છોડ ડમરો-તકમરીયાથી તેલ કાઢવાના પ્રયોગો શરૂ

PC: news18.com

તુલસી જંગલમાં પણ ઉગે છે. તુલસી જેવી સુગંધ ખરાવતા તકમરિયા સુરેન્દ્રનગર અને સાણંદની વચ્ચે કડતર જમીનમાં મોટા પ્રમાણમાં થાય છે. જેમાંથી તેલ કાઢવાના પ્રયોગો ખેડૂત દ્વારા ધોરાજીમાં થઈ રહ્યાં છે. અહીં હજારો વિઘા જમીનમાં ડમકો કે તકમરીયા સાવ મફતમાં થાય છે. જો તેલ કાઢવામાં સફળતા મળશે તો એક કિલોના 1 હજારના ભાવે વેચાશે. જૂનાગઢમાં 29 ઓક્ટોબરે ક્વોલીટી કંટ્રોલનો સેમિનાર છે. જેમા આ વિગતો જાહેર કરવામાં આવશે. 35 એકરનો ગાંધીનગરમાં ઔષધી બગીચો છે. જ્યાં પણ પ્રયોગો કરાયા નથી.

ઉપયોગ

આ છોડની મેલેરિયાની દવાઓ બનાવવામાં ભારે માંગ છે. 12 દવાઓ તો માત્ર તુલસીની છે. જે અનેક દવામાં વપરાય છે. તુલસી ફક્ત ભારત અને ચીનમાં જોવા મળે છે. કોસ્મેટિક, એરોમા થેરાપી, તમાકુ-ગુટકા, અત્તર, પરફ્યુમ, અગબત્તી, દવા,  ઠંડા પીણા, ખાદ્યપદાર્થો, બેકરી,  ડીટર્જન્ટ સાબુ, વિટામિન, પ્રીઝર્વેટિવ, પ્રોડકશન કોસ્ટ ઘટાડવા મિક્સીંગ બ્લેન્ડમાં વપરાય છે.

ગુજરાતમાં એક એકરમાં રામ-શ્યામ તુલસીનું 10થી 15 કિલો તેલ નિકળે છે. અઢી મહિને વાઢ આવે છે. વર્ષમાં 5 વાઢ આવે છે. અમદાવાદ, વડોદરા, અંબાજીમાં તુલસીની ખેતી થવા લાગી છે.તુલસીના તેલનો દર સારો હતો. સપ્ટેમ્બરના અંતમાં વરસાદથી બધું બરબાદ થઈ ગયું છે.  બજારમાં તુલસીનો ભાવ ઘટી ગયો છે. તુલસીના તેલનો દર 2600 કિલો હતા. હાલ 500 થી 600 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયો છે.

 

સેન્ટ્રલ ડ્રગ એન્ડ એરોમેટિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CIMAP) તુલસી માટે કામ કરે છે. ભાવ 700 થી 800 છે, પરંતુ ગયા વર્ષે તે 2000 સુધી ગયો હતો. એક વીઘામાં 8-10 કિલો તેલ નિકળે છે. કોરોનામાં તેલની કિંમત વધી ગઈ હતી. હવે તળીયે ભાવ આવી ગયો છે.

ગુજરાતમાં આયુર્વેદિક ઔષધિ બનાવતી કંપનીઓ તુલસીની આયાત  ઉચાભાવ આપી અન્ય રાજ્ય માંથી કરે છે. એક એકરમાં એક લાખ વિસ હજાર ની આવક મળી શકે છે.  રાજકોટના ધોરાજીના હસમુખ હીરપરા ખેતી કરીને પોતે જ તેની વસ્તુઓ બનાવે છે. ખેડૂતોને ઔષધિય કે સુગંધી પાક માટે મદદ કરે છે.

રોકાણ અને કમાણી

તુલસીની ખેતી માટે વધું જમીન કે વધારે નાણાંની જરૂર નથી. દવાબનાવતી કંપનીઓ સાથે કરાર કરીને તેની ખેતી કરી શકાય છે. મોટાભાગના ઔષધિય વનસ્પતિના છોડ 3 થી 6 મહિના સુધી પાકી જાય છે. હેક્ટરે (10 વીઘાએ) 3 મહિનામાં રૂ.15 થી 20 હજાર રૂપિયાના રોકાણથી 3 થી 4 લાખ રૂપિયાની કમાણી થઈ શકે છે. 30થી 40 હજાર એક વીઘાએ કમાણી છે.

નવી જાત

જાત રામ કપૂર તુલસી, લેમન તુલસી, વન તુલસી, મરવા તુલસી, કાળી તુલસી, શ્યામમીઠી તુલસી હોય છે. લખનૌના સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિસિનલ અને એરોમેટિક પ્લાન્ટ સંસ્થાએ તુલસીની નવી જાતની શોધ કરી છે. રોગો તેના પર બહું અસર કરતાં નથી. આરઆરએલઓપી -14 જાતનો તુલસીનો છોડ ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, પશ્ચિમ ભારતમાં સારા પરિણામો આપેલા છે. સિંચાઈ માત્ર ઓછી વખત કરવી પડે છે. વાવેતરનો યોગ્ય સમય જુલાઈનો પ્રથમ સપ્તાહ છે.

વાવેતર

એપ્રિલ-મેમાં તુલસીનો પાક શરૂ કરી શકાય છે. એપ્રિલ અથવા તો મેં મહિનામાં તુલસીનું ધરૂવાડિયું એક હેકટરમાં 1 કિલો બીજની જરૂરિયાત રહે છે. તુલસીનો છોડ સખત છે, તેથી વધુ રોગો તેને અસર કરતા નથી. રૂ.15 થી 20 હજાર ખર્ચ થાય છે.

રોપણી, પાણી, લલણી

45 x 45 સે.મી.ના અંતરે છોડ વાવી શકાય છે. 8 દિવસે કે 15 દિવસે સિંચાઈ કરવી પડે છે. લણણીના 10 દિવસ પહેલાં પાણી આપવાનું બંધ કરવું પડે છે. તુલસીની કાપણી યોગ્ય સમયે થાય તો જ તેલની માત્રા સારી મળે છે. છોડ ઉપર ફૂલો આવે એટલે તેલનું પ્રમાણ ઘટે છે. આરઆરએલઓપી 14 જાતનો તુલસી પાક 3 વખત લેવામાં આવે છે. તુલસીની લણણી થોડી ઊંચાઈથી કરવાથી બીજીવાર તેની લણણી કરી શકાય છે. એક હેકટર દીઠ 100 કી.ગ્રા. યુરિયા, 500 કી.ગ્રા. ફાસ્ફેટ તેમજ 125 કી.ગ્રા. મ્યુરેટ ઓફ પોટાશને નાખી દેવું.

કરાર આધારિત ખેતી

ઔષધીય ગુણધર્મોને કારણે, તુલસીની બજારમાં ખૂબ માંગ છે. લાંબા સમયથી, ઘણી ફાર્માસ્યુટિકલ કંપનીઓ વિવિધ દવાઓમાં તેના તેલનો ઉપયોગ કરી રહી છે. ગુજરાત રાજ્યમાં તુલસીનું પાક નું વાવેતર કે ઉત્પાદન નોંધાયું નથી. જેથી આયુર્વેદિક ઔષધિ બનાવતી કંપનીઓ તુલસીની આયાત  ઉચાભાવ આપી અન્ય રાજ્ય માંથી કરે છે. આયુર્વેદિક કંપનીઓ જેમ કે, ડાબર, વૈદ્યનાથ, પતંજલિ વગેરે તુલસીની કોન્ટ્રાક્ટ પર ખેતી કરાવે છે.

આવક

તુલસીના પાન, બી અને થડનો ઉપયોગ થાય છે. પાનમાંથી તેલ કાઢવામાં આવે છે. હેક્ટરે 170થી 200 કિલો તેલ નિકળે છે. કિલોનો ભાવ 700-800 મળી રહે છે. તેલનો ભાવ એક કિલોનો ઘણી વખત રૂ.1500 મળે છે.સુકા તુલસી પાન 1 હજાર કિલોના રૂ.70થી 125માં વેચાય છે. એક હેક્ટર પાકમાં લગભગ 120 થી 150 કિલો બીજ મળે છે. નીમચ મંડી મધ્યપ્રદેશમાં બિયારણનો ભાવ પ્રતિ કિલો 200 રૂપિયા જેટલો છે. લગભગ રૂ.2 થી 2.25 લાખની કમાણી થાય છે.

10 વીઘા જમીનમાં તુલસીનો પાક 3 મહિનામાં 15 હજાર ખર્ચ કરીને 3 લાખ રૂપિયા મળે છે. પણ કોન્ટ્રાક્ટ કરેલા હોય તો સલામતી વધારે છે. 10 વીઘા ક્ષેત્રમાં 10 કિલો બિયારણમાંથી 8 ક્વિન્ટલ ઉત્પાદન થયું હતું. 30 થી 40 હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વેચાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp