આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મહિલા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી

PC: khabarchhe.com

સરકારે કહ્યું કે, આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, દેવાતજ ખાતે તાજેતરમાં મહિલા કિસાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો પ્રારંભ કરાવતાં કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, દેવાતજના વરિષ્‍ઠ વૈજ્ઞાનિક અને વડા ડૉ. એ. સી. વૈદ્યએ સૌનું સ્‍વાગત કરી કૃષિમાં મહિલાઓનો ફાળો, તેમની અગત્‍યતા તેમજ મહિલાઓની કોઠાસૂઝ દ્વારા પરિવારમાં તેઓનું રહેલું યોગદાન બાબતે ચર્ચા કરી જરૂરી જાણકારી આપી હતી. પ્રો. આસિ. (ગૃ.વિ.) અંજલીબેન એન. જાદવએ આ પ્રસંગે ખેડૂત મહિલાઓ તથા બાળકોમાં કૂપોષણ નિવારણ અંગે જરૂરી જાણકારી આપી મહિલાઓને ફળ, ફૂલ અને શાકભાજીમાં મૂલ્‍યવર્ધન થકી આર્થિક ઉપાર્જન કેવી રીતે મેળવી શકાય તેની સમજ આપી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ફળ અને શાકભાજીની મુલ્‍યવર્ધિત બનાવટોનું કૃષિ પ્રદર્શન યોજવામાં આવ્‍યું હતું. જેનું કાર્યક્રમ ઉપસ્‍થિત મહાનુભાવો સહિત મહિલાઓએ તેનું નિદર્શન કરી જરૂરી જાણકારી મેળવી હતી. આ કાર્યક્રમમાં સોજિત્રા તાલુકા પંચાયતના સભ્‍ય દિપીકાબેન પી સિસોદિયા સહિત સોજિત્રા તાલુકાની મહિલા ખેડૂતોએ ઉપસ્‍થિત રહી ઉત્‍સાહભેર ભાગ લીધો હતો. જયારે કાર્યક્રમના અંતે એગ્રોનોમીના વૈજ્ઞાનિક ડૉ. વાય. સી. લકુમએ આભારવિધિ કરી હતી.

આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર, દેવાતજ દ્વારા આણંદ જિલ્‍લાના તારાપુર તાલુકાના મહિયારી ગામે તાજેતરમાં વિશ્વ ફૂડ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્‍દ્રના પ્રોગ્રામ આસિસ્‍ટન્‍ટ (ગૃહ વિજ્ઞાન) એ. એન. જાદવએ રોજિંદા જીવનમાં ખોરાકનું મહત્‍વ, મૂલ્‍યવર્ધિત બનાવટો તેમજ જંક/ફાસ્‍ટ ફુડનો આહારમાં બને તેટલો ઓછો ઉપયોગ કરી સ્‍વચ્‍છ તેમજ પૌષ્‍ટિક ખોરાક લેવા અંગેની જયારે જંક/ફાસ્‍ટ ફુડથી થતા નુકશાન વિશે જાણકારી આપી સમજ આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp