તમારી બાલ્કનીમાં કપડા સૂકવવાની દોરી પર ઉછેરી શકાય તેવા બટાકા

PC: ruralmarketing.in

બટાટા ઉત્પાદન વધારવા માટે ગાંધીનગરમાં આયોજન જાન્યુઆરીના અંતમાં થયું છે. જેમાં ઉત્તર ગુજરાત કે ડીસાની બટાટા ઉગાડવામાં જે આવડત છે તે તૂટી જશે. એક એવી તકનીક આવી રહી છે કે તેનાથી કોઈ પણ ખેડૂત બટાટા ઉગાડી શકશે, ગમે તે ઋતુમાં ઉગાડી શકશે. શહેરના લોકો પોતાની બાલ્કનીમાં આ ટેકનિકથી બટાટા ઉગાડી શકશે. બટાટા ફક્ત માટીમાં જ નહીં પરંતુ હવામાં પણ ઉગાડવામાં આવે છે. આનાથી બટાકાનના ઉત્પાદનમાં વધારો થાય છે. રોહતકના બાગાયતી વિભાગના નાયબ નિયામક ડો.સત્યેન્દ્ર યાદવે એરોપોનિક  તકનીકથી બટાટાના છોડ રોપ્યા છે, જેથી બટાટાને પણ હવામાં ઉત્પન્ન કરી શકાયા છે.

બટાકાની ઉપજમાં 12 ગણો વધારો થશે. એરોપોનિક તકનીક દ્વારા જમીનની સહાય વિના હવામાં પાક ઉગાડવામાં આવે છે. આ તકનીકની મદદથી, દરેક છોડમાં 50થી 60 બટાટા મળે છે. ઉત્પાદનમાં 12 ગણો વધારો થશે જો કે, તેના સ્વાદ અંગે મતભેદો છે. ગુણવત્તા ડીસાના બટાકા જેવી મળતી નથી. તૈયાર કરેલા બીજ વાવેતર કરીને, ખેડુતો બટાકાના પાકના ઉત્પાદનમાં 10 થી 12 ગણો વધારો કરી શકશે. કર્નાલ જિલ્લામાં સ્થિત પોટેટો ટેકનોલોજી સેન્ટરના અધિકારીનું કહેવું છે કે આ તકનીકનો વિકાસ સેન્ટ્રલ બટાટા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, શિમલાના સહયોગથી થઈ રહ્યો છે. આ બીજ ઓફ સીઝનમાં પણ વાવેતર કરી શકાય છે. ગમે ત્યારે તેની વાવણી થઈ શકે છે.

ખેડુતોને અનેક લાભ મળશે

પરંપરાગત પદ્ધતિ કરતા આમાં ખર્ચ ઓછો છે. બિયારણ ઓછા ખર્ચે ખેડૂતોને ઉપલબ્ધ થશે. આ તકનીકથી વાવેલા છોડ ત્રણ મહિના સુધી બટાટા પેદા કરશે. આ તકનીકથી વાવેલા છોડમાં રોગ આવતો નથી.

એરોપોનિક ટેકનોલોજી શું છે

માટીની જરૂર નથી. બટાટા માઇક્રોપ્લાન્ટ્સ મોટા પ્લાસ્ટિક અને થર્મોકોલ કન્ટેનરમાં મૂકવામાં આવે છે. તેમને સમય પર પોષક તત્વો આપવામાં આવે છે. તેથી મૂળ અને છોડ વિકાસ કરે છે. જેના પર કંદ પેદા થવા લાગે છે. 45 દિવસમાં બટાટાનો છોડ તૈયાર થઈ જાય છે. જેમાં 3 મહિના સુધી બટાટા મેળવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp