90% મુસ્લિમ વસ્તી ધરાવતા આ દેશમાં હિન્દુ પરંપરાના થઇ રહ્યા છે વખાણ

PC: opindia.com

ઈન્ડોનેશિયા દુનિયાનો એ દેશ છે, જ્યાં દુનિયાની સૌથી વધારે મુસ્લિમ જનસંખ્યા રહે છે. અહીં 90 ટકાથી પણ વધારે વલતી મુસ્લિમ જ છે. જોકે અહીંના બાલી શહેરમાં મોટી સંખ્યામાં હિંદુ રહે છે અને અહીં ઘણા બધા હિંદુ મંદિરો પણ આવેલા છે. ઈન્ડોનેશિયામાં બાલી માત્ર એક એવો દ્વીપ છે, જ્યાં હિંદુ બહુમતી છે. બાલીનું નવું વર્ષ (Bali New Year) પણ શક સવંત પંચાંગથી નક્કી થાય છે, જે ચંદ્રમાની ગતિ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે, શક રાજવંશની સ્થાપના ઈ.સ. 78માં ભારતીય રાજા કનિષ્કે કરી હતી. હિંદુ ધર્મ પ્રચારક તેને લઈને જાવા પહોંચ્યા હતા અને ત્યાંથી બાલી પહોંચ્યા હતા. BBCના એક રિપોર્ટ મુજબ, કોરોના સંક્રમણના આ સમયમાં ઈન્ડોનેશિયાના લોકો બાલી કલ્ચર અને પરંપરાઓની ખૂબ જ પ્રશંસા કરી રહ્યાં છે. ખાસ બાલીના ‘મૌન દિવસ’ની ખૂબ જ ચર્ચાઓ છે. આ દિવસે લોકો આખો દિવસ પોતાના ઘરોમાં 24 કલાક માટે ચૂપચાપ રહે છે અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે છે.

આ રિપોર્ટ મુજબ, જ્યાં દુનિયાભરના લોકો કોરોના વાયરસના કારણે થયેલા લોકડાઉન સિસ્ટમથી તંગ આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે, તો બીજી તરફ અહીંના લોકો માટે એ સામાન્ય વાત છે. દર વર્ષે ન્યેપી (મૌન રાખવાનો દિવસ)ના અવસરે આ દ્વીપ શાંત થઈ જાય છે. કોઈને ઘરથી બહાર નીકળવાની પરવાનગી આપવામાં આવતી નથી. આ દિવસે ઘરમાં લાઈટ સળગાવવામાં આવતી નથી અને આગ સળગાવવાની પણ મનાઈ હોય છે. આ દિવસે બધાએ ચિંતન કરવાનું હોય છે એટલે મનોરંજનની પણ મનાઈ હોય છે. માત્ર દુકાનો જ નહીં, પરંતુ 24 કલાક માટે એરપોર્ટ પણ બંધ રાખવામાં આવે છે. ન્યેપીના દિવસે સ્થાનિક પોલીસ રસ્તા પર અને સમુદ્ર કિનારે પેટ્રોલિંગ કરે છે, જેથી કોઈ વ્યક્તિ નિયમ ન તોડે.

બાલીમાં તબનાનના એક ગામમાં ઉછરેલી હિંદુ મહિલા શ્રી દરવિતી કહે છે કે, ‘આ સમયે મૌન ધ્યાન લગાવવાની સૌથી સારી રીત છે. હું છેલ્લા 40 વર્ષથી ન્યેપી મનાવી રહી છું. જેમ-જેમ મારી ઉંમર થઈ રહી છે, હું તેની પાછળનું મહત્ત્વ સમજી રહી છું. ઈન્ડોનેશિયાના સોશિયલ મીડિયા પર આ તહેવારનો ઉલ્લેખ કરીને આ રીતે પોસ્ટ વાયરલ થઈ રહી છે જેમાં આ પરંપરાઓની તરફેણ કરવામાં આવી રહી છે. બાલીમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ઉપાયો લાગુ છે. કોરોના વાયરસના કારણે આ વર્ષનો ન્યેપી એક દિવસ માટે વધારી દેવામાં આવ્યો હતો. મૌન દિવસના ફાયદા પણ વધ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp