ગુજરાતી સુગમ સંગીતના શિરમૌર મૂર્ધન્ય ગાયિકા કૌમૂદીબહેન મૂન્શીનું નિધન

PC: Khabarchhe.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ મૂર્ધન્ય ગાયિકા કૌમૂદીબહેન મૂન્શીના અવસાન અંગે દુ:ખ વ્યક્ત કરી શોકની લાગણી વ્યક્ત કરી છે.

સ્વ. કૌમૂદીબહેનને શ્રદ્ધાંજલિ પાઠવતા મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે ગુજરાતી સુગમ સંગીતના શિરમૌર ગાયિકા કૌમૂદીબહેને પોતાના મધૂર સ્વરથી ગુજરાતી રચનાઓને ઘેર-ઘેર ગૂંજતી કરી હતી. તેમનું આ યોગદાન ગુજરાતી સુગમ સંગીતમાં દીર્ઘકાલિન બની રહેશે એમ પણ મુખ્યમંત્રીએ ઉમેર્યુ છે.

મુખ્યમંત્રીએ સ્વ. કૌમૂદીબહેનના આત્માની પરમશાંતિની પ્રાર્થના સાથે સદ્દગતના પરિવારજનોને આ દુ:ખ સહન કરવા ઇશ્વર શકિત આપે તેવી પ્રાર્થના પણ કરી છે.

અમિત શાહે શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, સુપ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા કૌમુદી મુન્શીનું નિધન ભારતીય સંગીત માટે અપૂર્ણીય ક્ષતિ છે. તેઓ ગુજરાતી સુગમ સંગીતના મજબૂત આધારસ્તંભ હતા; જેમણે પોતાના જાદૂઈ અવાઝથી લોકોને મંત્રમુગ્ધ કર્યા. સંગીત જગતમાં તેઓનું યોગદાન અમર રહેશે. તેઓના પરિવારજનો અને શ્રોતાઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છું.

PM નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે, ગુજરાતી સુગમ સંગીતનાં શિરમોર ગાયિકા કૌમુદી મુનશીના અવસાનથી દુઃખ અનુભવું છું. ગુજરાતી સુગમ સંગીતને લોકપ્રિય બનાવવામાં તેમનું યોગદાન સંગીતપ્રેમી પેઢીઓ માટે હંમેશા યાદગાર રહેશે.. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વના..ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp