26th January selfie contest

વોકલ ફોર લોકલને સાર્થક કરવા સુરતના ઈચ્છાનાથમાં 17 ઓક્ટોબર સુધી 'ઉન્નત એક્ઝિબિશન'

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું કે, આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, સુરત અને પાર્ટીસિપેટિંગ ઇન્સ્ટિટ્યૂટ, ઉન્નત ભારત અભિયાન અને સરદાર વલ્લભભાઇ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના સંયુક્ત ઉપક્રમે સુરત ખાતે તા.15 થી 17 ઓક્ટો. દરમિયાન ત્રિદિવસીય 'ઉન્નત એક્ઝિબિશન' ચાલી રહ્યું છે. જેમાં વિવિધ ઘારી, ફરસાણ, પાપડ અને પાપડીઓ, નમકીન, ચોકલેટો, અને કેડબરી, વેફર, અથાણાઓ, મસાલા, મુખવાસ, સમોસા, પાણીપુરી, ઓર્ગેનિક શાકભાજી અને ફળો, વિવિધ કુર્તી, ડિઝાઈનર ડ્રેસ અને સાડી, શુદ્ધ ઘી, માટીના દીવડાઓ, મીણબત્તી, અગરબત્તી, કટલરી, બ્યુટી અને હેન્ડિક્રાફ્ટ્સ પ્રોડક્ટ વેચાણ અર્થે પ્રદર્શિત કરવામાં આવી છે.

SVNIT કોલેજના મેઈન ગેટની સામે, સામે, કેન્દ્રીય વિદ્યાલયની બાજુમાં મહિડા ભવન, ઈચ્છાનાથ ખાતે ત્રણ દિવસ સુધી આયોજિત 'ઉન્નત એક્ઝિબિશન'માં ગ્રામીણ મહિલા સ્વ -સહાય જૂથો દ્વારા બનાવાતી આકર્ષક ઉત્પાદનો ખરીદવાની શહેરીજનોને તક છે. 'આત્મનિર્ભર ભારત'ને વેગવાન બનાવવા તેમજ મહિલા સશક્તિકરણ અને વોકલ ફોર લોકલના મંત્રને સાકાર કરવાં આ પ્રકારના એક્ઝિબિશન સહાયરૂપ બની રહ્યાં છે.

ઉન્નત એક્ઝિબિશનમાં ભાગ લઈ રહેલા મૂળ બિલીમોરાના 38 વર્ષીય વર્ષાબેન નાયક શક્તિરૂપેણી સ્વસહાય જૂથના પ્રમુખ છે. તેઓ 5 વર્ષથી 18 થી 50 વર્ષની વયજુથની અન્ય 10 જરૂરિયાત બહેનો સાથે મળી ડેકોરેટીવ કેન્ડલ્સ, માટીના તેમજ ફેન્સી કોડિયા, ઊનથી તૈયાર કરેલા પગલૂછણીયા, તોરણો, આર્ટ એન્ડ ક્રાફ્ટ ઉપરાંત સિઝનલ અથાણા બનાવીને વેચાણ દ્વારા આત્મનિર્ભર બન્યાં છે. આ સખી મંડળ વસ્તુઓના વ્યાપાર તેમજ કલાસીસ ચલાવી અન્ય બહેનોને પણ તાલીમ આપી રહ્યું છે.

તેઓ જણાવે છે કે, 'અમે વર્ષ દરમિયાન વિવિધ સ્થળે યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઈને પગભર બન્યાં છીએ. કોરોના મહામારી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉત્કર્ષ યોજના હેઠળ રૂ.1 લાખની સહાય મળી હતી, જેની ખુશી વ્યક્ત કરતા વર્ષાબેન જણાવે છે કે, 'વસ્તુઓને તૈયાર કરવા માટેના કાચા માલની ખરીદી કરવામાં સરકારની સહાય ખુબ જ મદદરૂપ નીવડી. જેના કારણે ઉત્પાદન અને વેચાણમાં તો વધારો થયો જ સાથે અમે આવકમાં તો વૃદ્ધિ મેળવી જ, સાથોસાથ અમારા જુસ્સાને વેગ મળતા કાર્યક્ષમતામાં પણ વૃદ્ધિ થઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp