વરરાજો દાઢીમાં લગ્ન કરવા આવશે તો જાન પાછી વળાશે, આ ગામના સમાજે લીધો નિર્ણય

PC: 123rf.com

રાજસ્થાનના એક ગામમાં સમાજના લોકોએ એવો વિચિત્ર નિર્ણય કર્યો છે જેનો યુવાનોએ વિરોધ કરવા માંડ્યો છે. ગામના લોકોએ એવો નિર્ણય કર્યો કે વરરાજા દાઢી સાથે લગ્ન કરવા આવશે તો જાન પાછી વાળી દેવામાં આવશે. મતલબ કે આ ગામમાં લગ્ન કરવા માટે વરરાજો દાઢી નહીં રાખી શકે.

જો છોકરાઓએ સવાઈ માધોપુરમાં લગ્ન કરવા હોય તો હવે તેમને દાઢી સંપૂર્ણપણે કાપી નાખવી પડશે. જો તમે મોટી દાઢી સાથે ગામમાં જાન લઇને આવશો તો તમને પરત કરવામાં આવશે. કુમાવત સમાજનો દાવો છે કે પશ્ચિમી સભ્યતાના વધતા પ્રભાવને રોકવા અને ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ચોથના બરવાડામાં 5 મે પીપળ પૂર્ણિમાના દિવસે કુમાવત સમાજનો સમૂહ લગ્નોત્સવ છે. સમૂહ લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. આ પહેલા સમાજના લોકોએ એક બેઠક યોજીને વરરાજા સામે લગ્નમાં ક્લીન શેવ કરીને આવવાની શરત મૂકી દીધી છે. જયપુર, ટોંક અને સવાઈમાધોપુરના લોકોએ પણ તેને સમર્થન આપ્યું છે.

સમાજની ધર્મશાલા સમિતિના પ્રમુખ ભંવરલાલે જણાવ્યું કે  એક સપ્તાહ પહેલા શંકરલાલ સુકડીવાલની અધ્યક્ષતામાં સંમેલનને લઇને એક બેઠક કરવામાં આવી હતી. આ બેઠકમાં સમાજના લોકોએ કહ્યું હતું કે, ફેશનના ચક્કરામાં આજના યુવાનો સંસ્કૃતિને ભુલી રહ્યા છે. છોકરાઓ મોટી- મોટી દાઢી, મૂંછ, ફ્રેન્ચ કટ એવી ન જાણે કેટલી જાતની સ્ટાઇલમાં દાઢી રાખી રહ્યા છે. પહેલાંના સમયમાં જ્યારે લગ્ન થતા હતા ત્યારે વરરાજા એકદમ ક્લીન શેવમાં કન્યાને પરણવા આવતા હતા.

ભંવરલાલે કહ્યું કે છેલ્લાં કેટલાંક સમયથી યુવાનોમાં દાઢી રાખવાનું એક વળગણ  શરૂ થયું છે. જેમાં પશ્ચિમી સંસ્કૃતિની અસર દેખાઇ રહી છે. પોતાના લગ્ન સમયે પણ છોકરાઓ મોટી દાઢી રાખે છે. પોતાની સંસ્કૃતિના જાળવવા માટે સમાજે યુવાનો સામે લગ્ન માટે એક શરત રાખી છે.

પ્રમુખે કહ્યુ કે, સર્વાનુમતે એવો નિર્ણય લેવાયો છે કે સમાજનો મે મહિનામાં સમૂહ લગ્નનો કાર્યક્રમ થવાનો છે. આ સમૂહ લગ્નામાં દરેક વરરાજાએ ફરજિયાત ક્લીન શેવ કરીને જ આવવું પડશે, જો દાઢી રાખીને વરરાજા આવશે તો તેમને પ્રવેશ આપવામાં આવશે નહીં.

યુવાનોએ સમાજના આ નિર્ણયનો વિરોધ કર્યો છે. નામ ન આપવાની શરતે એક યુવકે કહ્યું કે આવો નિર્ણય તેમની આઝાદીની વિરુદ્ધ છે. લગ્ન જીવનની એક મોટી ક્ષણ છે, આમાં વરરાજા પોતાની પસંદગીના કપડાં, પગરખાં, સેહરા પહેરે છે. બદલાતા ટ્રેન્ડ સાથે લગ્નો પણ થીમ આધારિત બની રહ્યા છે. તેથી, આ પદ્ધતિ પર પ્રતિબંધ મૂકવો ખોટું છે. બરવાડામાં યોજાનાર ચોથ સંમેલનમાં અત્યાર સુધીમાં 11 યુગલોનું રજીસ્ટ્રેશન થયું છે.

સવાઇ માધોપુરમાં જિલ્લામાં પહેલીવાર એવું બનશે, જેમાં માત્ર ક્લીન શેવ કરીને આવનાર વરરાજાને જ એન્ટ્રી મળશે. જો કે કુમાવત સમાજનો આ પ્રકારનો નિર્ણય રાજસ્થાનના અલગ અલગ જિલ્લામાં જોવા મળ્યો છે. 8 મહિના પહેલા પાલી જિલ્લાના ખેડા ગામમાં પણ સમાજના લોકોએ આવો નિર્ણય કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp