કાંકરિયા કાર્નિવલઃ કિર્તીદાનનો ભાવ 6.85 લાખ, ગીતા રબારી-ઓસમાણ મીરે આટલા રૂ. લીધા

PC: facebook.com/KirtidanGadhviOfficial

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન 10 વર્ષથી ડીસેમ્બર માસના અંતિમ સપ્તાહમાં કાંકરીયા પરિસરમાં કાર્નીવલના જલસામાં પ્રજાના પૈસે જુદા જુદા કલાકારોના કાર્યક્રમો માટે કરોડો રૂપિયા ખર્ચે છે. જેમાં કલાકારો 3 કલાકના કેટલા રૂપિયા લે છે તેની વિગતો બહાર આવી છે. જેમાં કુલ રૂ.5 કરોડથી વધુ ખર્ચ તો આ રંગીલા કાર્યક્રમ પાછળ થઈ શકે છે. 

ઉપરાંત કિર્તીદાન ગઢવી, ઓસ્માન મીર તથા સાંઇરામ દવે જેવા કલાકારોને સારી હોટેલમાં ચાર રૂમ તથા જમવાની વ્યવસ્થા મફતમાં આપવામાં આવે છે. 10 વર્ષથી અત્યાર સુધી મનોરંજન માટે રૂ.50 કરોડથી વધું પૈસા જલસામાં ખર્યાયા છે. આ કાર્યક્રમમાં સ્થાનિક સંસ્થાઓને રૂ.5થી 15 હજાર ચુકવાશે. રૂ.50 લાખ તો તૈયાર જમવાનું આપવામાં ખર્ચાવાના છે. રોજ બે હજાર ફુડ પેકેટ સપ્લાય થઈ રહયાં છે. જેના માટે ફુડ પેકેટ દીઠ રૂ.130 ચુકવાશે. ગત વર્ષે આ જ સંસ્થાને રૂ.86 લાખ ચુકવાયા હતા. રોશની કરવા માટે રૂ.૩૦ લાખનો કોન્ટ્રાકટ બે કંપનીઓને આપવામાં આવ્યો છે.

તારીખ         કલાકારની ફી

25     ભરત બારીયા  250,000

26     ગીતાબેન રબારી 3,50,000

27     જીગરદાન ગઢવી 5,00,000

28     વિશ્વનાથ બાટુંગે 30000

29     હીરેન પરમાર 30000

29     કીર્તીદાન ગઢવી 6,85,000

30     ઓસમાન મીર 4,50,000

31      સાંઇરામ દવે 4,50,000

કયા વર્ષે કેટલો ખર્ચ (રૂ.કરોડમાં)

2008 - 1.50   

2009 – 1.65

2010 – 2.20

2011 – 2.15

2012 – 3,08

2013 – 3,15

2014 – 3.10

2015 – 4.05

2017  4.50

2018 – 4.10

10 વર્ષમાં પ્રજાના રૂ.50 કરોડ અને તેની પાછળ અધિકારીઓ અને કર્મચારીઓના પગાર અને બીજા ખર્ચ ગણવામાં આવે તો તે રી.100 કરોડથી વધી જાય છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp