રીયલ લાઇફ હીરો ખજૂરભાઇએ ગાય માતાને આટલા કિલો કાજૂ-બદામ ખવડાવ્યા, જુઓ વીડિયો

PC: twitter.com

ગુજરાતમાં સોશિયલ મીડિયા વાપરતી ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જે 'ખજૂરભાઈ' એટલે કે નીતિન જાનીને ઓળખતી નહીં હોય. અગાઉ ‘ખજૂર’ના નામથી પોતાના કોમેડી વીડિયો બનાવીને પ્રચંડ લોકપ્રિયતા હાંસલ કરનારા નીતિન જાની હવે પોતાનાં સેવા કાર્યોથી ઘરે ઘરે જાણીતા બન્યા છે. હવે તેમનો ગાય માતા પ્રત્યેનો પ્રેમ પણ સામે આવ્યો છે.

હિંદુ ધર્મમાં સૌથી પવિત્ર પ્રાણી ગાયને ગણવામાં આવે છે. ગાયની પૂજા કરવી, તેને ઘાસ નાખવું ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે જોઈએ તો ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ રહેલો છે અને એટલે જ આપણે ગાયને માતા તરીકેનો દરજ્જો પણ આપ્યો છે શાસ્ત્રોમં એવું કહેવાયું છે કે બ્રહ્માજીએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે સૌથી પહેલા ગાયને મોકલી હતી એટલે ગાયને માતા કહેવામાં આવે છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છીએ, કારણ કે ગુજરાતના રીયલ લાઇફના હીરો અને કલાકાર નીતિન જાની જેમને લોકો ખજૂરભાઇના નામથી ઓળખે છે તેમનો ગાય માતા પ્રત્યેનો પ્રેમ છલકાયો છે.

ગુજરાતના જાણીતા કલાકાર અને પોતાની અનોખી સ્ટાઇલથી કોમેડી કરીને લાખો ચાહકોનો પ્રેમ મેળવનાર ખજૂરભાઇએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં ગાય માતા માટે કાજૂ, બદામ અને કીસમીસનો મોટો ઢગલો દેખાઇ રહ્યો છે. વીડિયોમાં પાળી જેવી એક જગ્યામાં કાજૂ- બદામ, કીસમીસ રાખવામાં આવી રહ્યા છે અને ગાય માતા તેને પ્રેમથી આરોગી રહી છે.

વીડિયોમાં કહેવામાં આવી રહ્યું છે કે સૌથી કરૂણામયી જીવ ગાય છે એટલે 500 કિલો કાજૂ, બદામ અને કીસમીસ ગાય માતાને ખવડાવવામાં આવ્યા છે. ખજૂરભાઇને આ વાતની જાણ થઇ અને તેમણે આ 3 પરિવારને ઘર બનાવી આપ્યા.

નીતિન જાની આમ તો અનેક બાબતો માટે ચર્ચામાં રહેતા હોય છે, પરંતુ તાજેતરમાં તેમની સગાઇની પણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા થઇ હતી. ખજૂરભાઇએ સાવરકુંડલાના દોલતી ગામની રહેવાસી મીનાક્ષી દવે સાથે સગાઇ કરી હતી એ વાતની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઇ હતી.

મીનાક્ષી દવેના પિતા કિશોરભાઇ દવે સિંચાઇ ખાતમાં નોકરી કરે છે અને માતા અરૂણાબેન હાઉસ વાઇફ છે. મીનાક્ષીની 3 મોટી બહેનો છે અને એક ભાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp