મલ્હાર ઠાકરના મગજમાં સ્ટારડમની હવા ભરાઇ ગઇ છે, પ્રતીક ગાંધી...

PC: https://www.republicworld.com and https://epaper.timesgroup.com

હાલ ગુજરાતના જુદા જુદા શહેરોમાં પોતાની નવી ફિલ્મ ધૂંધાધારના પ્રમોશન માટે ફરી રહેલા ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર કહેવાતા મલ્હાર ઠાકરના મગજમાં સુપરસ્ટારડમની હવા ભરાઇ ગઇ છે. મંગળવારે તેણે મીડિયાને પહેલા આમંત્રણ આપીને પછી કલાકો સુધી હોટલ પર રાહ જોવડાવ્યા પછી ઇન્ટરવ્યૂ આપવાની ના પાડી દીધી હતી.

છેલ્લો દિવસ મૂવી પછી ગુજરાતની ફિલ્મોના સુપરસ્ટાર કહેવાતા મલ્હાર ઠાકર અને તેમની ટીમે મંગળવારે સુરતની મુલાકાત લીધી હતી. મીડિયાને 4 દિવસ અગાઉથી ઇન્ટરવ્યૂ આપવા માટેની જાણ કરાઇ હતી. પરંતુ મંગળવારે સવારે અચાનક કાર્યક્રમ બદલી નાંખવામાં આવ્યો હતો. પછી મલ્હારની ટીમે ફોન કરીને જાણ કરી કે તમારે સાંજે હોટલ પર આવવું પડશે. મીડિયાવાળા હોટલ પર પહોંચી ગયા.

તો ત્યાં 2 કલાક સુધી રાહ જોવડાવ્યા બાદ એવું કહેવામાં આવ્યું કે હવે ઇન્ટરવ્યૂ નહીં આપે. મલ્હારની ટીમના એક સભ્યે જણાવ્યું કે મલ્હારે કહ્યું છે કે સોરી કહી દેજો. હવે ઇન્ટરવ્યૂ નહીં અપાય. આખો દિવસ લોકોને રાહ જોવડાવ્યા બાદ અચાનક ઇન્ટરવ્યૂ નહીં આપી માત્ર સોરી કહેડાવી દેવાનું વર્તન મલ્હાર તરફથી થયું હતું. 

સામાન્ય રીતે મલ્હાર ઠાકરની છબિ એક જેન્ટલમેનની છે. તેઓ કહે છે કે તેમના માથે સફળતા ચઢી નથી પરંતુ આવા વર્તનથી ઘણાને આશ્ચર્ય થયું હતું. જોકે, મલ્હાર સાથે કામ કરી ચૂકેલા એક વ્યક્તિ જણાવ્યું કે મલ્હારમાં હવે ફેરફાર આવી ગયો છે. તે પોતાને મોટા સુપરસ્ટારની જેમ જ માને છે. તેના આ એટીટ્યૂડના કારણે જ પ્રતીક ગાંધી તેનાધી આગળ વધી ગયો.

મલ્હારની ફિલ્મના ટ્રેલરને યુ ટ્યૂબ પર માત્ર 7 લાખ તો પ્રતીકની ફિલ્મના ટ્રેલરને 60 લાખ વ્યૂઝ મળ્યા

આમ તો અર્બન ગુજરાતી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર તરીકે મલ્હારને જાહેર કરી દેવામાં આવ્યો હતો. પરંતુ હવે પ્રતીક ગાંધી તેની આગળ વધી ગયો છે. હવે મલ્હારનું સ્ટારડમ છીનવાઇ ગયું છે. મલ્હારની ફિલ્મ ધૂંઆધારનું ટ્રેલર જે 3 અઠવાડિયા પહેલા રીલીઝ થયું હતું તેને યુ ટ્યૂબ પર માત્ર 7 જ લાખ લોકોએ જોયું છે જ્યારે પ્રતીકની આવનારી ફિલ્મ ભવાઇનું એક અઠવાડિયા પહેલા રીલીઝ થયેલું ટ્રેલર 60 લાખથી વધુ લોકોએ જોઇ લીધું છે. આ જ બતાવે છે કે મલ્હારની સ્ટારડમ પ્રતીકે છીનવી લીધું છે.

મલ્હાર સુપરસ્ટાર કહેવાતો છતાં પ્રતીકને જ નેશનલ લેવલે વધુ કામ મળ્યું 

મલ્હારની લોકપ્રિયતા પ્રતીક કરતા વધુ હતી પરંતુ નેશનલ લેવલે પ્રતીકે બાજી મારી લીધી. તેણે સ્કેમ 1992માં કામ કર્યા પછી તો તે મલ્હારને ઘણો પાછળ મૂકતો ગયો. જ્યારે મલ્હારને નેશનલ લેવલે આવી કોઇ સફળતા હજુ સુધી મળી નથી. શું આ મલ્હારની બદલાયેલા એટીટ્યૂડને કારણે છે. તેણે આ અંગે  વિચાર કરવાનો સમય આવી ગયો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp