40% જ લોકોએ કહ્યું તેમને કોરોનાનો ડર છે, જાણો ચોંકાવનારા સરવેના અન્ય 6 તારણો

PC: navbharattimes.indiatimes.com

જવા દોને યાર,લોકડાઉનમાં તો જીવવું અઘરૂં થઇ ગયું છે. ડર લાગે છે. ચિંતા થાય છે- આવું કહેનારા કેટલા, અને આપણે તો મજા છે. કોઇ ટેન્શન નથી. કોઇ ડર નથી- આવું કહેનારા કેટલા. આપણે કોઇપણ ઘટના દુર્ઘટનાને બે રીતે મૂલવીએ છીએ. પરંતુ આપણે તેનો અંદાજ જ લગાવી શકીએ. પરંતુ જો તેની ઉપર સરવે કરાય તો જ આપણને સાચી માહિતી મળી શકે છે. આ અંગેનો જે સરવે કરાયો તેના તારણો ચોંકાવનારા આવ્યા છે. આ સરવે એવા લોકો પર કરાયો છે જેઓ લોકડાઉનમાં ઘરે જ હતા. તેમને જુદા જુદા 20 પ્રકારના પ્રશ્નો ઓનલાઇન પૂછવામાં આવ્યા હતા. તેના કેટલાક સવાલના તારણો આપણે જોઇએ

  1. તમારા રોજિંદા જીવનને કેટલી અસર થઇ છે

આ સવાલના જવાબમાં 60 ટકા લોકોએ કહ્યું કે રોજિંદું જીવન ખોરવાઇ ગયું છે. તેઓ પહેલા જે કરતા હતા તે હાલ કરી શકતા નથી.

  1. શું તમે કોરોનાનો ડર લાગે છે

60 ટકા લોકોએ કહ્યું કે તેમને કોરોનાનો ડર લાગતો નથી. 40 ટકાને જોકે. ડર લાગતો હોવાનું કહ્યું હતું.

  1. શું તમને ચિંતા થાય છે

આ સવાલના જવાબમાં 80 ટકા લોકોએ કહ્યું કે તેમને કોરોનાને લગતી કોઇ ચિંતા થતી નથી. 20 ટકાને ચિંતા થતી હતી.

  1. શું કોરોનાને કારણે તમે પોતાના આરોગ્ય અને પર્યાવરણ પ્રત્યે વધુ જાગૃત બન્યા છો

આ સવાલના જવાબમાં 49 ટકા લોકોએ કહ્યું કે તેઓ સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બન્યા છે. પર્યાવરણ પ્રત્યે પણ તેમની સંવેદનશીલતામાં વધારો થયો છે.

  1. શું કોરોનાએ પરિવારોને સમાજને વધુ નજીક લાવવામાં મોટો ફાળો આપ્યો છે

75 ટકા લોકોએ કહ્યું કે કોરોનાને કારણે લોકો એકબીજાને વધુ ઓળખતા થાય છે, પરિવારો નજીક આવ્યા અને સમાજમાં પણ એકબીજાને મદદ કરવાની ભાવના વધુ આવી છે.

  1. શું તમારી ઉંઘ ડિસ્ટર્બ થઇ છે

આ સવાલના જવાબમાં માત્ર 16 ટકા લોકોએ જ એવું કહ્યું કે તેમની ઊંઘ ડિસ્ટર્બ થઇ છે. બાકીના 84 ટકા લોકોને કોઇ અસર થઇ નથી.

  1. શું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું તમને અઘરૂં લાગે છે.

70 ટકા લોકોએ કહ્યું કે તે અઘરૂ નથી. તેઓ જાળવી શકે છે.

 

આ સરવે કરનાર સુરતની એમટીબી આર્ટસ કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. રૂદ્રેશ વ્યાસ કહે છે કે આ તારણો પાછળનું કારણ આપણી કુંટુબ વ્યવસ્થા અને આપણી જીવનશૈલી છે. ભારતીય સમાજ એકબીજા સાથે ખૂબ જ ગાઢ રીતે સંકળાયેલો છે. એટલે ડર કે ચિંતાના સમયમાં તેને સધિયારો આપનારા લોકો ઘર કે મિત્રોમાંથી જ મળી રહે છે. એટલે તેમને એટલી અસર થતી નથી.

સરવેમાં 240 લોકોએ ભાગ લીધો હતો અને તે 30 માર્ચથી 10 મે સુધી કરવામાં આવ્યો હતો. પ્રતિભાવ આપનારા લોકોમાં 16 વર્ષથી લઇને 65 વર્ષ સુધીના લોકો હતા. તેમાં 55 ટકા પુરુષ અને 45 ટકા મહિલાઓ હતી. આ ઉપરાંત રૂ. 5000થી લઇને 2 લાખ સુધીની માસિક આવક ધરાવતા લોકોએ જવાબો આપ્યા હતા. નોકરી, ખેતી, કે બીજા અન્ય વ્યવસાય કરતા લોકોએના જવાબોને આધારે આ તારણો મળ્યા છે. આ સરવેમા ગુજરાત ઉપરાંત બીજા રાજ્યોના લોકોએ પણ ભાગ લીધો હતો.

 

જોકે, આ પ્રકારનો સરવે જો પરપ્રાંતિય કામદારો પર કરવામાં આવે તો કદાચ તેના તારણો જુદા આવે. કારણ કે આ સમયમાં તેઓ સૌથી વધુ તણાવમાં હતા. પરંતુ આ સરવેમાં ઘરમાં રહેલા લોકોએ જ ભાગ લીધો હતો.

  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp