અમદાવાદમાં 20 ઓક્ટોબર સુધી નવરાત્રિ કચ્છી હસ્તકલા મેળાનું આયોજન

PC: khabarchhe.com

સરકારે જણાવ્યું હતું કે, ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર તળાવ ખાતે તા. 9 ઓક્ટોબર થી 20 ઓક્ટોબર સુધી નવરાત્રિ કચ્છી હસ્તકલા મેળા નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોદ્યોગ અને કુટિર ઉદ્યોગના 85 થી વધુ કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે તેમ ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામકની યાદીમાં જણાવાયું છે.

રાજ્ય સરકાર દ્વારા કલાકૃતિનું સર્જન કરતાં કારીગરો રોજગારી મેળવી આત્મનિર્ભર થઇ શકે તેવા શુભ આશયથી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા કોવિડ-19ના તમામ નિયમોના પાલન સાથે ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા આ નવરાત્રિ કચ્છી હસ્તકલા મેળા નું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત રાજ્યના ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની કમિશ્નર, કુટિર અને ગ્રામોદ્યોગ હેઠળ ઇન્ડેક્ષ્ટ-સી એટલે કે ઇન્ડસ્ટ્રીયલ એક્ષ્ટેન્શન કોટેજ કાર્યાન્વિત છે. ઇન્ડેક્ષ્ટ-સીનો મૂળ હેતુ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓના અંતરિયાળ ગામોમાં હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોધોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતાં કારીગરોને સીધુ જ માર્કેટીંગ પ્લેટફોર્મ પુરૂ પાડી તેમની આજીવીકામાં વધારો કરવાનો તથા રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપુર્ણ કલા વારસાને પ્રદર્શન અને નિર્દેશન કરવાનો છે.

અમદાવાદ ખાતે 12 દિવસ માટે યોજાનાર આ નવરાત્રિ કચ્છી હસ્તકલા મેળા માં રાજ્યના વિવિધ જિલ્લાઓના અંતરિયાળ વિસ્તારના હાથશાળ, હસ્તકલા, માટીકામ, ચર્મોધોગ અને કુટિર ઉધોગના કુલ 85 વ્યકિતગત કારીગરો/હસ્તકલા-હાથશાળા મંડળીઓ/સ્વૈચ્છીક સંસ્થાઓ/સ્વસહાય જુથો/NGO/સખી મંડળો તથા કલસ્ટર્સનાં કારીગરો દ્વારા પ્રદર્શન-સહ-વેચાણ કરવાનું આયોજન છે. જેમાં કારીગરો દ્વારા રાજ્યની ભાતીગળ હાથશાળ હસ્તકલાની વિવિધ ચીજવસ્તુઓ, ભરત કામ, વાંસના રમકડા, પેચવર્ક, ઇમીટેશન જવેલરી, લેધર વર્ક, અકીકની આઇટમો, વુડન વોલપીસ, ગૃહઉધોગ, માટીની ચીજવસ્તુઓ જેવી કે ફલાવર પોટ, માટીના ઘરેણા સહિતની ઘણી ચીજવસ્તુઓ કારીગરો પાસેથી સીધી નિહાળી ખરીદી માટે પ્રદર્શન-સહ-વેચાણ કરવામાં આવશે.

આ સમગ્ર પ્રદર્શન-સહ-વેચાણ હાટનું આયોજન ઇન્ડેક્ષ્ટ-સીના કાર્યવાહક નિયામક રિન્કેશ પટેલના માર્ગદર્શન હેઠળ મેનેજર આર.આર.જાદવના સંકલન થકી કરવામાં આવ્યુ છે. કારીગરોને સીધુ બજાર પુરૂ પાડવાના ઉમદા આશયથી કલા પારખુ પ્રજાને આ નવરાત્રિ કચ્છી હસ્તકલા મેળા ની મુલાકાત લઇ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને કારીગરો પાસેથી ખરીદીની સુવર્ણ તક ઝડપવા ઇન્ડેક્ષ્ટ-સી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp