સુરતના વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બનાવ્યા અદભૂત આર્ટ- સ્કલ્પચર, 1 મહિનો જોઇ શકાશે

PC: khabarchhe.com

વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ કઇ રીતે બનાવાઇ છે, તેના સુંદર નમુના VR MALL ખાતે સ્કલ્પચર પ્રદર્શિત કરાયા છેસુરતના જુદા-જુદા વિદ્યાર્થીઓ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવાઇ છે. આશરે 4 હજારથી વધુ ફોટોમાંથી સુરતના નિરેન મહેતા અને શ્રેયા મહેતા દ્વારા 50 ફોટાનું સિલેક્શન કરાયું છે. જે ફોટો ડુમસ આર્ટ પ્રોજેક્ટ અંતર્ગત 17 એપ્રિલથી 12 મે સુધી પ્રદર્શન કરાશે. આ આર્ટ શોમાં વ્હાઇટફિલ્ડ આર્ટ કલેક્ટિવ, મદ્રાસ આર્ટ ગિલ્ડ અને પંજાબ આર્ટ ઇનિશિયેટિવ શામેલ છે. શહેરમાં આર્ટને પ્રોત્સાહન મળે તે માટે ડુમસ આર્ટ પ્રોજેક્ટનું આયોજન કરાયું છે

આ પ્રસંગે વિશેષ અતિથી તરીકે ગ્રીન મેન ઓફ ગુજરાત અને ઝેનિટેક્ષના CEO વિરલ દેસાઇ, કલાકારો અને સુરત સ્કૂલ ઓફ ફાઇન આર્ટના પૂર્વ વિદ્યાર્થીઓએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ જ્યોર્જ માર્ટિનના ધ વીઆર આર્ટ કાર 2019નું અનાવરણ કરાયું હતું. 17 એપ્રિલથી 12 મે સુધી ચાલનારા આ પ્રદર્શનમાં વિવિધ સ્કલ્પચર જોઇ શકાશે.

જેમાં 20થી 21 એપ્રિલ બે દિવસ ચિલ્ડ્ર્ન્સ આર્ટ કોમ્પિટિશન, 27થી 28 એપ્રિલ આર્ટ સિનેમા, 4થી 5 મે આર્ટ બાજાર અને 11થી 12 મે સુધી બેસમેન્ટ આર્ટ પ્રોજેક્ટ, ફોટોગ્રાફી એક્ઝિબિશન અને સોશિયલ મીડિયા પર પ્રદર્શન યોજાશે. આ ઉપરાંત ગુજરાતી ફિલ્મ પણ દર્શાવવામાં આવશે.

આ વર્ષના પ્રદર્શનોમાં સુરત સ્કૂલ ઓફ ફાઇન આર્સ, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ઓફ બરોડા, ગર્વમેન્ટ કોલેજ ઓફ ફાઇન આટર્સ, કુમ્બાકોનમ, ગર્વમેન્ટ કોલેજ ઓફ ફાઇન આટર્સ. ચેન્નઇ, ભારતીહર પાલકાલાઇકોડ્ડમ અને ચોલામંડલમ આર્ટિસ્ટ્સ વિલેજ, ચેન્નઇ દ્વારા રજૂ કરાયા છે.

DAP 2019 અંગે વાત કરતાં સુમી ગુપ્તા (ક્યુરેટર) એ જણાવ્યું કે, પબ્લિક આર્ટમાં લોકોના જીવનમાં સકારાત્મક અસર લાવવાની ક્ષમતા રહેલી છે.અમે સુરતમાં 7મી આવૃત્તિનું આયોજન કરતાં ખુશી અનુભવીએ છીએ. DAP અને VR ART પહેલ અંગે VRSAના COO પંકજ રેન્જે કહ્યું કે, અમે ડુમસ આર્ટ પ્રોજેક્ટનું આયોજન કરતાં ઉત્સાહિત છીએ. જે ડાયમંડ સિટીના રહેવાસીઓને સમૃદ્વ અને વિશિષ્ટ અનુભવ પ્રદાન કરવાના અમારા ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp