NIDનો વિદ્યાર્થી સિરામિક વેસ્ટ સાથે માટી ભેળવી અદૂભુત વસ્તુઓ બનાવી રહ્યો છે

PC: khabarchhe.com

આપણે ઘણી વખત નકામી વસ્તુ નાખી દેતા હોય છીએ. પરંતુ વેસ્ટમાંથી પણ બેસ્ટ વસ્તુનું સર્જન કરાતું હોય છે. આજે આખી દુનિયા ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સામે ઝઝૂમી રહ્યી છે. બાંધકામ ક્ષેત્રમાં અને ઘરવપરાશની ઉપયોગમાં લેવાતું સિરામીક પણ આપણાં માટે જોખમી સાબિત થઇ શકે છે. જેને જોતા સુરતના વિદ્યાર્થીેએ સ્ટડી પ્રોજેક્ટના ભાગરૂપે  

એક પ્રયોગ હાથ ધર્યો છે. સુરતના શશાંક નિમકરના જણાવ્યા અનુસાર અમદાવાદની NIDમાં માસ્ટર ઓફ ડિઝાઇનનો કોર્સ કરી રહ્યો છું. મેં સ્ટડી વિઝિટ માટે ફૂરઝાની એક ઇન્ડસ્ટિઝની મુલાકાત લીધી હતી. ત્યારે રસ્તામાં સિરામીકની વેસ્ટ વસ્તુઓ  જોઇને મને વિચાર આવ્યો કે, આ વેસ્ટ સિરામિકનો ઉપયોગ કરીને બેસ્ટ વાસણો કઇ રીતે બનાવી શકાય છે. ત્યારબાદ અમારે સ્ટડીના ભાગરૂપે ઇન્ટનશિપ કરવાની હતી. તો મેં  નકામા ટુકડાનું દૂષણ ઘટાડવા માટે સિરામિકના વાસણો બનાવવાનો પોતાનો જ પ્રોજેક્ટ ચાલુ કરી દીધો છે. આ પ્રોજેક્ટ માટે સાધનો  કોલેજમાંથી મળ્યા છે.

નકામા સિરામિકના ટુકડાનું રિસાઇકલિંગ કરીને તેનો પુનઃઉપયોગ કરવામાં સફળતા મળી છે. પ્રથમ તો નકામા સિરામિક કચરાને ચોક્કસ પ્રક્રિયા થકી પાવડરમાં રૂપાંતરીત  કરવામાં આવે છે. ત્યારબાદ ફ્રેશમાટી સાથે મિશ્રિત કરી પ્રોડક્ટ બનાવી શકાય છે. જેમાં 30 ટકા ફ્રેશમાટી ભેળવવામાં આવે છે. જેમાંથી હું મગ, બોલ અને નાની પ્લેટ બનાવું છું. જો આ વાસણો તુટી જાય તો ફરી તેનો ઉપયોગ કરી તેને બનાવી શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp