મોઢેરા, રાણ કી વાવ અને ચાંપાનેર હવે અક્ષર ટ્રાવેલ્સને ચલાવવા આપી દેવાશે

PC: blog.railyatri.in

 પ્રવાસીઓની ભૂખના કારણે દેશ અને રાજ્યની મહત્વપૂર્ણ સાઇટ્સનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકારે પહેલાં એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હવે ગુજરાતની હેરિટેજ સાઇટનું પણ ખાનગીકરણ કરી રહી છે. રાજ્યની ચાર મહત્વની સાઇટ્સ ખાનગી એજન્સી અક્ષર ટ્રાવેલ્સને આપી દેવાની હિલચાલ ચાલી રહી છે. 

કેન્દ્રએ દિલ્હીનો લાલ કિલ્લો પ્રાઇવેટ કંપનીને આપી દીધો છે તેમ ગુજરાતમાં પહેલા સરકારી પ્રાથમિક શાળાઓ, મકાન, જમીન અને સાધનો સાથે ખાનગી કંપનીઓને આપી દીધી છે. એવી જ રીતે સરકારે આરોગ્યના કેન્દ્રોનું પણ ખાનગીકરણ કર્યું છે. હવે હેરિટેજ સાઇટ્સનું પણ ખાનગીકરણ થઇ રહ્યું છે. રાજ્યની ચાર હેરિટેજ સાઇટ્સ મોઢેરાનું સૂર્યમંદિર, પાટણની રાણ કી વાવ, જૂનાગઢની બુદ્ધિષ્ઠ ગુફા અને ચાંપાનેરની યુનેસ્કો હેરિટેજ સાઇટ હવે અમદાવાદ સ્થિત અક્ષર ટ્રાવેલની આપી દેવામાં આવે તેવી માહિતી સૂત્રો જણાવે છે. 

 જો કે સરકારે ખુલાસો કર્યો છે કે રાજ્યની આ ચાર હેરિટેજ સાઇટ પર વધુ પ્રવાસીઓ આવે તે માટે અક્ષર ટ્રાવેલ્સ સાથે સરકારે માત્ર કરાર કર્યો છે પરંતુ તેની સાચવણી અને પ્રવાસીઓની સુવિધા ઉભી કરવા માટેનું કામ પણ આ ટ્રાવેલ્સને આપવામાં આવ્યું છે. તાજેતરમાં નવી દિલ્હીમાં આ અંગેના કરાર થયા હતા અને હવે ટૂંક સમયમાં આ સાઇટ્સ અક્ષર ટ્રાવેલ્સને સોંપી દેવામાં આવશે.

 અક્ષર ટ્રાવેલ્સ પ્રવાસીઓ માટે વિવિધ સુવિધા ઉભી કરશે. પ્રવાસીઓને આકર્ષવા માટે લેન્ડસ્કેપીંગ કરશે. આ સાઇટ્સનું ઓપરેશન અને મેન્ટેનન્સ તેમજ પાયાની સુવિધાઓ ટ્રાવેલ્સની કંપની કરશે.

રાજ્યના પ્રવાસન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, ભારત સરકારે જે શરતે હેરિટેજ સાઇટ્સની સારસંભાળ કામગીરી સોંપી છે તેમાં હાલની સગવડો ઉપરાંત વિવિધ માળખાગત કે જરૂરી સવલતો સ્થાપવામાં આવશે તેમાં સાઇનેજિસલેન્ડસ્કેપસિક્યોરિટીડિજિટલ ગાઇડલાઇટ્સપાર્કિંગસીસીટીવી અને વાઇફાઇ જેવી સગવડો આપીશું. સાથે સાથે નવા ઇન્સ્ટોલેશનમાં ઓડિયો-વિઝ્યુઅલ રૂમસોવેનિયર શોપસ્નેક્સ કાઉન્ટરટોઇલેટ બ્લોક અને લોકર રૂમ પણ સ્થાપવામાં આવશે.

 આ ઉપરાંત હેરિટેજ સાઇટ પર આસપાસની વોલ રિપેરિંગ અને જરૂર જણાય ત્યાં ફેન્સિંગ કરવાનીનવો ગેટ સ્થાપવોએન્ટ્રી આકર્ષક બનાવવા લેન્ડસ્કેપિંગ કરવુંમેટલ ડિટેક્ટર લગાવવાઓડિયો-વિઝ્યુઅલ શો શરૂ કરવામાં આવશે. સરકાર તેની હેરિટેજ સાઇટ સાચવી શકતી નથી તેથી પ્રાઇવેટ કંપનીને સંચાલન માટે આપી રહી છે. જોકે આ સાઇટ્સમાં પર્યાવરણના નોર્મ્સ અંગે કોઇ ચોખવટ કરવામાં આવી નથી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp