12 વર્ષની ઉંમરમાં 85 ઉપર સ્ટેજ પ્રોગ્રામ કરી ચૂક્યો છે આ વિદ્યાર્થી

PC: Khabarchhe.com

2 વર્ષથી 12 વર્ષ તબલાથી ઓક્ટોપેડ સુધીની ભવ્યની સંગીતની સફર વિશે આજે વાત કરવી છે. ભવ્ય નિમેષ પટેલ જે ધોરણ 8નો વિદ્યાર્થી છે અને શારદાયતન અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. પરિવારનો લાડકવાયો દિકરો ભવ્ય દોઢ બે વર્ષની ઉંમરે પોતાની આંગળીઓથી ટેબલ હોય કે કોઇપણ સપાટ વસ્તુઓ પર તાલ આપતો થઇ ગયો એની અમને જાણે ખબર જ ના પડી. જ્યારે એ વાતની ખબર પડી ત્યારે અમારા માટે આશ્વર્યની કોઇ સીમા ન હતી. આટલો નાનો બાળક જ્યારે પણ કોઇપણ સપાટી જુએ તે તબલાની સાથે તાલની સંગત માણી લે એ વાત અમારા માટે ખુબ આશ્વર્યજનક હતી પણ અમે મા-બાપ તરીકે એની વાતને સમજ્યા.

તેની ઉંમરની સાથે સાથે તેનો કેળવાતો જતો તબલા પ્રેત્યેનો ભાવ જે કેળવાતો જતો હતો, જે એની ઇચ્છા જાગ્રત થતી હતી તેની સામે એમ રહ્યા. અમે એ નાના બાળકની ઇચ્છાઓને આંગળીઓથી તબલાની સંગત કેવી રીતે આપી શકીએ સતત એના જ પ્રયત્નોમાં રહ્યા.

આજે એ 12 વર્ષનો થઇ ગયો એની અમને ખબર જ ન પડી. બે વર્ષથી માંડી બાર વર્ષ સુધીની ભવ્યની આ યાત્રામાં એવા એવા ગુરુજીઓનો સંપર્ક સાંપડ્યો કે જેમણે ભવ્યને એના તાલથી ઉંચે જ ઉપાડ્યો છે. જ્યારે એ તબલા વગાડે છે તેમાં એમે ઓતપ્રોત થઇ જઇએ છીએ. મારા ભવ્યની ભવ્યતાની વાત હું નથી કરતી, પણ એની સ્વાભાવિક પ્રતિક્રિયાને, સાહજિકતાને હું શબ્દ દ્વારા આપની સમક્ષ રજૂ કરું છું ત્યારે માતા તરીકે ચોક્કસ તો એટલું કહીશ કે અચાનક દિવડેલો આ કોઇ શોખ નથી, નાનપણથી તાલ સાથે તે સંકળાતો ગયો, જે રીતે સંગીતને સમજતો ગયો, તે રીતે મારા પરિવારે એમાં તાલ પુરાવ્યો છે. 

આજે તો તબલા અને ભવ્ય, ભવ્ય અને તબલા એકબીજાના પર્યાય શબ્દો બની ગયા છે. અમે ક્યારેય આખા દિવસમાં તબલા વગરનો સમજી શકતા નથી. સ્વયં પોતે ભવ્ય પણ સતત તબલાને અનુભવે છે,વગાડે છે, ભગવાન કરે ઇશ્વરની કૃપા, કૂળદેવીની કૃપા સતત એના ઉપર વરસતી રહે, વડીલોના આર્શીવાદ એની સાથે રહે.

ભવ્ય તબલાની સાથે સાથે કોન્ગો, ડ્રમ, ઓક્ટોપેડ, કેઝોન, રોટર ડ્રમ,શેકર્સ, બોનગો, ઝેમ્બે વગેરે જેવા ઇન્સ્ટુમેન્ટ વગાડે છે. હાલમાં કોરોનાની પરિસ્થિતિમાં ઘરમાં રહી ગુજરાત સારેગામા ટેલેન્ટમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. ગુજરાત એક્સક્લુઝીવ ટેલેન્ડમાં ફર્સ્ટ રનર્સ અપ બન્યો છે. ઇન્ડિયા કે છોટે ઉસ્તાદ સ્પર્ધામાં ફાઇનલ સુધી પહોંચ્યો છે. 12 વર્ષની ઉંમરમાં 85ની ઉપર સ્ટેજ પ્રોગ્રામ કરી ચૂક્યો છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp