કોરોના છતાં એશિયાનું આ સૌથી ધનિક ગુજરાતી ગામ 12 જાન્યુઆરીએ ઉજવણી કરશે

PC: khabarchhe.com

મધ્ય ગુજરાતમાં આવેલા અને એશિયાના સૌથી ધનિક ગામ ધર્મજમાં 12મી જાન્યુઆરીએ ઉત્સાહનો માહોલ છે. આ દિવસે એનઆરઆઇ પરિવારો એટલે કે વિદેશમાં રહેતા ગુજરાતીઓ ધર્મજ દિનની ઉજવણી કરે છે. છેલ્લા 14 વર્ષથી આ દિવસ ઉજવાય છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણ હોવાથી આ દિવસે વિદેશી ગુજરાતી પરિવારો ઓનલાઇન ઉજવણી કરવાના છે.

ધર્મજ ગામના ગુજરાતી પરિવારો અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ફિઝી, ફિનલેન્ડ સહિતના અનેક દેશોમાં વસે છે. દર વર્ષે 12મી જાન્યુઆરીએ વિદેશમાં વસતા આ પરિવારો તેમના વતન ધર્મજ આવતા હોય છે અને ધર્મજ દિવસને ઉજવે છે. છ ગામ પાટીદાર સમાજ અને ધરોહર ફાઉન્ડેશન ધર્મજ દ્વારા આયોજીત આ સમારોહમાં વિદેશથી આ વખતે પરિવારો આવી શક્યા નથી પરંતુ ધર્મજ ગામમાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે વિશ્વના તમામ ગુજરાતીઓ આ દિવસની ઉજવણીને ઓનલાઇન માણી શકશે.

ધર્મજ ગામની વસતી 12000 લોકોની છે. પ્રત્યેક ઘર સુખી છે, કારણ કે પ્રત્યેક ઘરમાંથી એક વ્યક્તિ ગામમાં રહીને ખેતી કરે છે અને બીજો ભાઇ વિદેશ જઇને ડોલર કમાય છે. આ ગામની જાહોજલાલી વિદેશમાં વસતા પરિવારોને આધિન છે. નવાઇની વાત એવી છે કે આ નાનકડા ગામમાં દેશની 17 બેન્કોની શાખાઓ છે જે ભાગ્યેજ કદાચ કોઇ બીજા ગામમાં હશે. પીવાના પાણી માટે આરઓ ફિલ્ટર પ્લાન્ટ છે. ગામમાં ગુજરાતીની સાથે ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ છે. સ્કૂલ જ નહીં એન્જીનિયરીંગ કોલેજ અને ફાર્મસી કોલેજ પણ છે.

ગુજરાત જ નહીં દેશના અન્ય ગામડાઓને શરમાવે તેવી સુવિધા આ ગામમાં જોવા મળે છે. આ ગામમાં બળદગાડા સાથે બીએમડબલ્યુ પણ જોવા મળે છે. આ ગામનું સૌથી મોટું આકર્ષણ ગૌચર યોજના છે. સંપૂર્ણ આત્મનિર્ભર ગામ ધર્મજને પોતાની વેબસાઇટ અને યુટ્યુબ ચેનલ છે. ડિરેક્ટરી સાથે ગ્રામ પંચાયતનું ફેસબુક પેજ છે. છેલ્લા 13 વર્ષથી 12મી જાન્યુઆરીએ ધર્મજ ડે ઉજવાય છે ત્યારે વિદેશમાં વસતા પરિવારો આ દિવસે તેમના ગામમાં આવીને ઉજવણી કરે છે પરંતુ આ વખતે કોરોના સંક્રમણના કારણે વર્ચ્યુલ ઉજવણી રાખવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp