કોરોનાથી છૂટકારો ક્યારે થશે? ખગોળ જ્યોતિષના મતે આ તારીખથી રાહત મળશે

PC: saimameditation.com

 વિશ્વની જેમ ભારત અને ગુજરાતના લોકો પણ કોરોના સંક્રમણથી ભયભીત છે અને લોકોના મનમાં એક સવાલ છે કે કોરોનાના કેસોથી રાહત ક્યારે મળશે. આપણને ક્યારે નોર્મલ લાઇફ મળશે. લોકો પોતાના ધંધા-રોજગાર પર ક્યારે જઇ શકશે. આ બઘાં સવાલોના જવાબો કોઇની પાસે નથી પરંતુ અમરેલીના જ્યોતિષી જયપ્રકાશ માઢકના મતે કોરોના સાથે આપણે જીવવાનું રહેશે.

 ખગોળવિદ્યાના જાણકાર માઢક કહે છે કે ભારતમાં 4થી મે પછી કોરોનાના કેસો ઓછા થાય તેમ છે અને 21 જૂન પછી રાહત થશે. તેમણે કહ્યું હતું કે સૂર્યગ્રહણથી મહામારી ફેલાય છે. પહેલાના સમયમાં લોકો ઘરનું પાણી પણ ઢોળી દેતાં હતા. 26મી ડિસેમ્બર 2019માં સૂર્યગ્રહણ થયું હતું અને તે સાથે ચીનમાં કોરોનાની મહામારી શરૂ થઇ હતી. જો કે 2020ના વર્ષમાં આવી રહેલા સૂર્યગ્રહણના કારણે મહામારીથી લોકોને રાહત મળી શકે છે.

અમરેલીના ખગોળ જ્યોતિષ જયપ્રકાશ માઢકના મતે ---

 કોરોના સંક્રમણની સ્થિતિ ---

---26 ડિસેમ્બર 2019માં સૂર્યગ્રહણ પછી ચીનથી કોરોનાના કેસોની શરૂઆત થઇ હતી.

---ચીનમાં 31મી ડિસેમ્બરે કોરોનાના કેસો થયા અને પછી વધતા ગયા છે.

---ભારતમાં 4થી મે પછી કોરોના કેસ ઓછા થવાની સંભાવના છે.

---21 જૂન 2020માં ફરી સૂર્યગ્રહણ થશે ત્યારે કોરોના કેસોથી રાહત મળી શકે છે.

---સૂર્યગ્રહણ પછી કોરોનાના કેસો ધીમા પડશે, પરંતુ સમાપ્ત નહીં થાય.

---21 જૂને ગુરૂ-શનિ મકર રાશિથી છૂટા પડે છે.

---ચીનમાં 21 જૂન પછી કુદરતી આપત્તિ-યુદ્ધ જેવી સ્થિતિ પેદા થશે. કોરોનાના કેસોનો બીજો રાઉન્ડ પણ શરૂ થાય તેવી સંભાવના છે. દિવાળી સુધી ચીનમાં અશાંતિ રહેશે

---ભારતમાં 21 જૂન પછી કોરોના સંક્રમણમાં રાહત મળી શકે છે. જનજીવન રાબેતામુજબ શરૂ થાય પરંતુ કોરોનાના ભય સાથે જીવવું પડે.

જયપ્રકાશ માઢક કહે છે કે 4થી મે થી શનિ અને મંગળનો અંગારક યોગ પૂર્ણ થાય છે. 11મી મે થી 15મી મે ની વચ્ચે શનિ-શુક્ર અને ગુરૂ વક્રી થવાના છે તેથી અને ત્યારબાદ મહામારી ધીમી પડી શકે તેવી આશા છે, જ્યારે 21મી જૂનના સૂર્યગ્રહણ પછી કોરોનાના કેસોમાંથી રાહત મળી શકે છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp