પ્રચાર કેમ કરૂ, કામ કર્યું છે તો વોટ મળશે જ-15 વર્ષ CM રહેલા નેતા આમ કહેતા

PC: https://www.facebook.com/DrShriKrishnaSingh/

બિહારમાં કેટલાંય  એવા મુખ્યમંત્રી થઇ ગયા જેમણે પોતાની કાર્યશૈલી દ્રારા એક અલગ ઓળખ ઉભી કરી હતી. મુખ્યમંત્રીઓની યાદીમાં એક નામ એવું નામ છે જેમણે લાંબા વરસો સુધી બિહારમાં મુખ્યમંત્રીની ખુરશી સંભાળી.બિહારમાં વિકાસ કાર્યોથી અલગ ઓળખ ઉભી કરી. પરંતુ જયારે ચુંટણી સમયે મત માંગવાનો સમય આવતો ત્યારે જનતા વચ્ચે જઇને પોતાના માટે કયારેય મોટ માંગ્યો નહોતો. છતા જીવનના અંતિમ શ્વાસ સુધી બિહારના સૌથી વધુ લોકપ્રિય નેતા તરીકે ઇતિહાસમાં અંકિત થઇ ગયા. એટલે જ આ મુખ્યમંત્રી બિહાર કેસરી તરીકે ઓળખાતા હતા.

અમે વાત કરી રહ્યા છીએ બિહારના પહેલાં મુખ્યમંત્રી શ્રીકૃષ્ણા સિંહ ઉર્ફે શ્રીબાબુની. જેઓ 2 એપ્રિલ 1946થી 31 જાન્યુઆરી 1961 સુધી એટલે કે 15 વર્ષ સુધી બિહારના મુખ્યમંત્રી રહ્યા હતા. 1961માં 74 વર્ષની વયે તેઓ અવસાન પામ્યા હતા. બિહારમાં ઔદ્યોગિક ક્રાંતિ લાવવાનું શ્રેય શ્રીબાબુને જાય છે. તેમને આધુનિક બિહારના શિલ્પકાર પણ કહેવામાં આવે છે. તેમણે લાંબા વર્ષો સુધી મુખ્યમંત્રીની ખુરશી સંભાળી. પણ જયારે પણ બિહારમાં વિધાનસભાની ચુંટણી આવે ત્યારે પોતાના મત વિસ્તારમાં જઇને લોકો પાસે વોટ નહોતા માંગતા.તેમનો સિધ્ધાંત હતો કે જો મે કામ કર્યું હશે તો પ્રજા વગર માંગ્યે મને વોટ આપશે.

શ્રીબાબુએ 1946માં મુખ્યમંત્રી તરીકે ખુરશી સંભાળી હતી અને 1957માં તેમણે શેખપુરા જિલ્લાના બરબીધા મત વિસ્તારમાંથી  ચુંટણી લડી હતી. તેમના સહયોગીઓ પ્રચાર માટે સક્રિય હતા. પરંતુ શ્રીબાબુ બરબીઘા સીટના પ્રચાર માટે નહોતા જતા. જયારે તેમના સહયોગીઓએ કારણ પુછયું તો તેમણે કહ્યું હતું કે,જનતા મને લાયક સમજશે તો જાતે જ વોટ આપશે.

બિહાર કેસરીના નામે જાણીતા શ્રીકૃષ્ણ સિંહનો જન્મ બિહારના નવાદા જિલ્લાના ખનવાં ગામે થયો હતો. તેમને નજીકથી જાણતા લોકોનું કહેવું છે કે,શ્રી બાબુ કયારેય તેમના સિધ્ધાંતો સાથે સમાધાન નહોતા કરતા. બિહારમાં જમીનદારી પ્રથા ખતમ કરવાનું કામ પણ તેમના ફાળે જાય છે. તેઓ હમેંશા વીઆઇપી વ્યવસ્થા બાબતે અંતર રાખતા અને સામાન્ય પ્રજા વચ્ચે રહેવાનું વધારે પસંદ કરતા. તેને કારણે જ તેમની લોકપ્રિયતા વધારે હતી.

શ્રીકૃષ્ણા સિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે જયારે પણ પોતાના ગામ જતા ત્યારે સિકયોરિટી ગાર્ડઝને ગામની બહાર જ રોકી દેતા. તેઓ સુરક્ષા ગાર્ડઝને કહેતા કે આ મારું ગામ છે અહીં મને કોઇ જોખમ નથી. શ્રીબાબુ તેમના ગામમાં બિલકુલ દેશી અંદાજમાં રહેતા. કોઇને અંદાજ પણ ન આવે કે આટલા મોટા રાજય બિહારના મુખ્યમંત્રી આપણી વચ્ચે બેઠા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp