જમીનના ખોટા દસ્તાવેજ ઉભા કરીને 5 કરોડની ખંડણી માગનાર ગુજરાતના આ બિલ્ડરની ધરપકડ

PC: news18.com

સુરતમાં એક બિલ્ડરની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ બિલ્ડર પર આરોપ છે કે, તેને સુરતના વેસુ વિસ્તારમાં રહેતી એક મહિલાની જમીનના બોગસ અંગુઠાઓના નિશાન બનાવીને સાટાખત બનાવીને કોર્ટમાં દાવો કરવાની ધમકી આપીને 5 કરોડ રૂપિયા આપવાની ધમકી આપી હતી. તેથી મહિલાએ બિલ્ડરની સામે ફરિયાદ નોંધાવી છે અને મહિલાની ફરિયાદના આધારે પોલીસે બિલ્ડરની ધરપકડ કરી છે.

રિપોર્ટ અનુસાર સુરતના વરાછા વિસ્તારમાં આવેલા લંબેહનુમાન રોડ પર આવેલી ત્રિકમનગર સોસાયટીમાં બિલ્ડર મનુ બેલાડિયા તેના પરિવારની સાથે રહે છે. બિલ્ડરની સુરતના વેસુ વિસ્તારમાં નવા સર્વે નંબરની 333 વાળી 16900 મીટર ચોરસ મીટર જમીન રેવન્યુ સર્વે નંબર 333-2 વાળી 10,500 ચોરસ મીટર જમીન છે. આ જમીનની મૂળ માલિક એક મહિલા છે. મનુ બેલાડિયાની જમીન હડપ કરવા માટે રમેશ ભાદાણી નામના બિલ્ડરે એક પ્લાન બનાવ્યો હતો. રમેશ ભાદાણીએ મૂળ જમીન માલિક મહિલાના અંગુઠાના નિશાનવાળા ખોટા બાનાખત અને વેચાણ કરાર બનાવ્યા હતા. ત્યારબાદ રમેશ ભાદાણીએ મનુ બેલાડિયાની પાસેથી 5 કરોડ રૂપિયાની માગણી કરી હતી અને પૈસા નહીં આપે તો કોર્ટમાં કેસ કરવાની ધમકી આપી હતી.

આ વાતની જાણ જમીનની મૂળ માલિક મહિલાને થતા તેને સમગ્ર મામલે બિલ્ડર રમેશ ભાદાણી, બે વકિલ, સ્ટેમ્પ વેન્ડર સહિત 6 લોકોની સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ બાબતે સુરત ક્રાઈમ બ્રાંચ દ્વારા 19 ફેબ્રુઆરીના રોજ તપાસ કરવામાં આવી હતી. મહત્ત્વની વાત છે કે, રમેશ ભાદાણી એક જમીનના બોગસ દસ્તાવેજ મામલે લાજપોર જેલમાં હતો. જેલમાંથી બિલ્ડર દ્વારા જમીનના મૂળ માલિકને ધમકી આપવા અને તેની પાસેથી ખંડણી માગવા મામલે ક્રાઈમ બ્રાંચ દ્વારા રમેશ ભાદાણીનો કબજો લાજપોર જેલમાંથી લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત મનુ બેલાડિયા દ્વારા પણ જમીનમાં ઘુષણખોરી, ધાકધમકી આપવા બદલ રૂંઢ ગામના બે ઈસમો સામે ફરિયાદ નોંધાવવામાં હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને તેમના બે દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.

થોડા દિવસ પહેલા સુરતમાં એક ઠગ ટોળકી સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ હતી. ગુણવત આંબલીયા નામના વ્યક્તિએ સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા બિલ્ડરે રામદેવસિંહ અને નેહા નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાએ પોતાની ઓળખ ડેપ્યુટી કલેકટર તરીકેની આપીને બિલ્ડરને સરકારી જમીન ફાળવવા મામલે તેની પાસેથી 1 કરોડ લીધા હતા. પણ જમીન બિલ્ડરને ન મળતા બિલ્ડરે ફરિયાદ નોંધાવી હતી. પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ મહિલા નકલી ડેપ્યુટી કલેકટર બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp