અહિંયા ખેડૂતોની હાલત થઈ કફોડી, 1-2 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે શાકભાજી

PC: newindianexpress.com

કોરોના સંકટના આ સમયમાં જ્યારે લોકડાઉન પૂર્ણ થયું અને અનલોક શરૂ થયું તો સૌથી વધુ માર એ ખેડૂતોને પડ્યો, જે પોતાના ખેતરોમાં શાકભાજીને સડવા દેવા પર મજબૂર છે અથવા તો પછી આ શાકભાજીઓને ચારા તરીકે પશુઓને ખવડાવવા માટે મજબૂર છે. ઉત્તર પ્રદેશના બારાબંકીના ઘણા ખેડૂતો એટલા માટે ચિંતિત છે, કારણ કે ખેતરોમાં ટોમેટા, તરબૂચ, ભીંડા, શક્કરટેટી અને તુરિયા જેવા શાકભાજીઓ પાણીના ભાવે વેચાઈ રહ્યા છે. જે ટામેટા બજારમાં 20થી 30 રૂપિયા કિલો મળી રહ્યા છે, તે ખેડૂતોના ખેતરોમાં 1થી 2 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

તરબૂચની આ સિઝનમાં જ્યારે તરબૂચ ખેડૂતો 7થી 8 રૂપિયે કિલોના ભાવે વેચી રહ્યા હતા, તે તરબૂચ એ સમયે ખેતરોમાં સડી રહ્યા હતા અને 1થી 2 રૂપિયે કિલોમાં પણ કોઈ ખરીદનારું નહોતું. શાકભાજીના બજારોમાં શાકભાજીની ભરમાર થઈ રહી છે, આથી તેને માર્કેટવાળા પણ નથી લઈ રહ્યા. પરિસ્થિતિ એ છે કે, ખેડૂતોએ ખેતરોમાં જ શાકભાજી કાપી નાંખ્યા છે, જેથી તે શાકભાજી જાનવરોના ચારા તરીકે તો કામમાં આવી શકે.

બારાબંકીના પીઠાપુર ગામના રામકમલના ખેતરમાં સેંકડો કિલો ટામેટા વિખેરાયેલા પડ્યા છે. વેપારી આ ટામેટામાંથી કેટલાક જે સારી ક્વોલિટીના છે તે પસંદ કરીને ખરીદી રહ્યા છે, પરંતુ માત્ર 2થી 3 રૂપિયે કિલોના ભાવે. જે કેરેટના તેમને ક્યારેક 600-700 રૂપિયા મળતા હતા, તેના આ વર્ષે 80થી 90 રૂપિયા મળી રહ્યા છે. 28 કિલોનું એક કેરેટ થાય છે, જે પાણીના ભાવે વેચાઈ રહ્યું છે. ચિંતિત ખેડૂતો આ વખતે ખર્ચ જેટલા પૈસા પણ ના મળતા દેવામાં ડૂબી રહ્યા છે.

માત્ર ટામેટા અને તરબૂચ જ નહીં, ભીંડા, તુરિયા, મૂળી જેવા શાકભાજીઓ પણ પાણીના ભાવે વેચાઈ રહ્યા છે. બારાબંકી જિલ્લાના બીજા ગામ કરૌરી ગૌસપુરમાં ખેડૂતો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે ભીંડા, તુરિયા, મૂળી જેવા શાકભાજીના ભાવ મળવા તો દૂર મફતમાં પણ તેને લઈ જવા માટે કોઈ તૈયાર નથી, કારણ કે લોકડાઉનમાં બહારથી ખરીદદારો નથી આવ્યા અને શાક માર્કેટોમાં શાકભાજીનો ભરાવો થતા તેને રાખવાની જગ્યા નથી બચી.

આની પાછળનું સૌથી મોટું કારણ છે લોકડાઉનમાં બહારના વેપારીઓ ના આવી શક્યા. સ્થાનિક બજાર અને માર્કેટોમાં શાકભાજીનો ભરાવો થઈ ગયો છે. એવામાં આ શાકભાજીને ખરીદનારું કોઈ નથી બચ્યું. એવામાં આ વખતે ખેડૂતોને તેમણે ખર્ચેલા રૂપિયાના અડધા પૈસા પણ નથી મળી રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp