આશિષ કચોલીયાએ 375% વળતર આપનારા આ સ્ટોકમાં કર્યું રોકાણ

PC: navbharattimes.indiatimes.com

આશિષ કચોલીયા સ્મોલકેપ અને મીડકેપ સેગ્મેન્ટમાં શેર બજારમાં રોકાણ કરવા માટે જાણીતા છે. રોકાણકાર આશિષ કચોલીયાએ મલ્ટીબેગર શેરમાં રોકાણ કરીને ખૂબ જ મોટું વળતર મેળવ્યું છે. મહત્ત્વની વાત છે કે, રોકાણકાર આશિષ કચોલીયાએ જુલાઈથી સમ્પેમ્બર સુધીના સમયમાં ફેઝ થ્રી સ્ટોકમાં રોકાણ કર્યું હતું. મહત્ત્વની વાત છે કે, આ શેરનો ભાવ એક વર્ષ પહેલા 63 રૂપિયા હતો અને હવે તેનો ભાવ 298 રૂપિયા છે. એટલે શેરમાં 375%નું રીટર્ન મળી રહ્યું છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે, ફેઝ થ્રી લીમીટેડના શેરના ભાવમાં છેલ્લા 6 મહિનાના સમયમાં 302%નો વધારો થયો છે. 6 મહિના પહેલા આ શેરનો ભાવ 74 રૂપિયા હતો અને હવે તે વધીને 298 થઇ ગયો છે. આ શેરનો ભાવ એક મહિનાના સમયમાં 284 રૂપિયાથી વધીને 297 રૂપિયા થઇ ગયો છે. એટલે કે આ શેરમાં એક મહિનાના સમયમાં 5%નું વળતર મળ્યું છે.

આશિષ કચોલીયાની વાત કરવામાં આવે તો તેમને ફેઝ થ્રીમાં 6,75,688 શેર લીધા હતા. આવી જ રીતે તેમને VRL લોજીસ્ટીકના 1,207,632 શેર, સોમાન્ય હોમ ઇનોવેશનના 1,120,459 શેર, ક્વાલી ફાર્માસ્યુટિકલના 1,41,000 ઇક્વિટી શેર, વિનસ રેમેડીઝના 1,50,000 ઇક્વિટી શેર, એક્સપ્રો ઇન્ડિયાના 2,97,216 ઇક્વિટી શેર અને TARCના 44,25,000 ઇક્વિટી શેર પણ ખરીદ્યા હતા. ફેઝ થ્રી ઉપરાંત આશિષ કચોલીયાના પોર્ટફોલિયોમાં સોમાન્ય હોમ ઇનોવેશન, એક્સપ્રો ઇન્ડિયા,ગેટવે ડિસ્ટ્રીપાર્ક્સ  જેવા શેર પણ મલ્ટી બેગર રીટર્ન આપી ચૂક્યા છે.

એડોર વેલ્ડીંગમાં તેમને 4,37,700 ઇક્વિટી શેરમાં રોકાણ કરીને તેમનો ભાગ બમણો કર્યો છે. સાથે તેમને ગાર્વેર હાઈટેક ફિલ્મ્સના 7,58,577 ઇક્વિટી શેર, IOL કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલમાં 11,53,566 ઇક્વિટી શેરમાં પણ તેમને પોતાના ભાગમાં નોંધપાત્ર વધારો કર્યો છે. આશિષ કચોલીયાએ સફારી ઇન્ડસ્ટ્રીઝ અને HLE ગ્લાસકોટ જેવી કંપનીના શેરની ખરીદી ઓછી કરી છે. સોમાન્ય હોમ ઇનોવેશનના 11,20,459 શેર આશિષ કચોલીયાની પાસે છે. મહત્ત્વની વાત છે કે, પ્રથમ ક્વાટર્સમાં આ કંપનીમાં તેમનો કોઈ હિસ્સો નહોતો. અત્યારસુધીમાં આ શેરે 163%નું રીટર્ન આપ્યું છે. છેલ્લા એક વર્ષના સમયમાં આ શેરે 445%નું રીટર્ન આપ્યું છે. મહત્વની વાત છે કે, આ કંપની બિલ્ડીંગ પ્રોડક્ટ્સ અને કન્ઝ્યુમર એપ્લાયન્સિસની સાથે સંકડાયેલી કંપની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp