વધુ એક સરકારી કંપની વેચવાની સરકારે મંજૂરી આપી, 38000 કરોડથી વધુ રૂપિયા આવશે

PC: hindustantimes.com

કેન્દ્ર સરકારે Hindustan Zincમા પોતાની બધી ભાગીદારી વેચવાની મંજૂરી આપી દીધી છે. આ સમાચાર બાદ કંપનીના શેર રોકટની જેમ વધી ગયા અને તેની કિંમત 300 રૂપિયાને પાર કરી ગઈ છે. બુધવારે બિઝનેસમાં શેરની કિંમત 6 ટકાથી વધારે તેજી સાથે 315 રૂપિયાના સ્તર સુધી ગઈ. તો કંપનીની માર્કેટ કેપિટલ 1 લાખ 35 હજાર કરોડ સુધી ગઈ છે. Hindustan Zincમા સરકારની લગભગ 37 હજાર કરોડની 29.54 ટકા ભાગીદારી છે. આજની સ્થિતિમાં આ ભાગીદારીની કિંમત 39,385.66 કરોડ રૂપિયા છે.

Hindustan Zinc એક બહુસંખ્યક સરકારી માલિકીવાળી કંપની હતી. જોકે સરકારે વર્ષ 2002મા ફર્મમાં 26 ટકા ભાગીદારી વેચી દીધી હતી, જેને વેદાંતા ગ્રૃપે ખરીદી હતી. ત્યારબાદ ગ્રૃપે કંપનીમાં પોતાની ભાગીદારી 64.92 ટકા સુધી લઈ જવા માટે વધુ ભાગીદારી હાંસલ કરી લીધી. હવે કંપની પર સરકારનું સ્વામિત્વ રહ્યું નથી.

સરકાર કેમ થઈ મજબૂર?

પવન હંસ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (SCI), IDBI બેંક અને ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL)ની રણનૈતિક વેચાણમાં મોડું થવા સિવાય ભારતીય જીવન વીમા નિગમ (LIC)ની ખરાબ લિસ્ટિંગના કારણે સરકાર અન્ય વિકલ્પો પર વિચાર કરી રહી છે. સરકારે નાણાકીય વર્ષ 2023 માટે વિનિવેશ લક્ષ્ય 65 હજાર કરોડ રૂપિયા રાખી છે. LICના IPOએ આ મહિનાની શરૂઆતમાં લગભગ 20 હજાર 560 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા.

સરકારે Hindustan Zincને આ ભાગીદારી વેચવાથી લગભગ 36,500 કરોડ રૂપિયા મળવાની આશા વ્યક્ત કરી છે. સરકારના આ નિર્ણયથી બુધવારે Hindustan Zinc શેર દિવસના બિઝનેસમાં 7.28 ટકા સુધી વધી ગયા. જોકે ત્યારબાદ તેમાં ઘટાડો આવ્યો અને બજાર બંધ રહેવા સુધી નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE) પર તેની કિંમત 4.10 ટકાના વધારા સાથે 307.50 રૂપિયા રહી.

હાલમાં જ વેદાંતા ગૃપના ચેરમેન અનિલ અગ્રવાલે કહ્યું હતું કે, જો સરકાર પોતાની ભાગીદારી વેચે છે તો તેઓ 5 ટકાથી વધારે ભાગીદારી ખરીદી નહીં શકે. ભાગીદારી વેચાણ માટે સરકારે બજારમાં શેર વેચવા પડશે. તેનો અર્થ એ થયો કે Hindustan Zincનું ફોલોઓન પબ્લિક ઓફર (FPO) લાવવામાં આવશે. જોકે તેની બાબતે અત્યારે નિર્ણય લેવાનો બાકી છે. 

સરકાર વિનિવેશ મોરચા પર પાછળ થાય બાદ તેની ભરપાઈ કરવા માટે કેટલીક કંપનીઓમાં પોતાની ભાગીદારી વેચી રહી છે. Hindustan Zinc સિવાય સરકાર ITCમાં પોતાની ભાગીદારી વેચવાની યોજના બનાવી રહી છે. ITCમા સરકારની 7.91 ટકા ભાગીદારી છે. ઓફર ફોર સેલ અને અન્ય ડિટેલ્સ પર અત્યારે કામ ચાલી રહ્યું છે. સરકારને આશા છે કે બધી પ્રક્રિયા સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થઈ જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp