મોરેટોરિયમ સમયના 6 મહિના પછી સુધી પણ કંપનીને ડિફોલ્ટર નહીં માનવામાં આવે

PC: sunresolution.in

આત્મનિર્ભર પેકેજના એલાન પછી પણ સરકાર દેશની લાખો કંપનીઓને વધુ એક રાહત આપવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રીમંડળે બુધવારે ઈનસોલ્વેંસી અને બેંકરપ્સી કોડમાં સંશોધનથી જોડાયેલા અધ્યાદેશ લાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. આ અધ્યાદેશના આવ્યા પછી RBI તરફથી જાહેર મોરેટોરિયમ પીરિયડ પછી પણ જો કંપનીઓ 6 મહિના સુધી લોન ચૂકવી શકતી નથી તો તેમને ડિફોલ્ટર માનવામાં આવશે નહીં.

વાત એ છે કે, સરકારે લોકડાઉનને કારણે સંકટોનો સામનો કરી રહેલી કંપનીઓને ઘણી રીતની મદદ કરી છે. જેમાં લોન ચૂકવવા માટે 6 મહિનાનું મેરોટોરિયમ આપવામાં આવ્યું છે. મતલબ કે, જો કોઈ કંપની આ સમયમાં લોન ચૂકવી શકતી નથી તો તેના પર દબાણ બનાવવામાં આવશે નહીં. આ નિયમ 25 માર્ચ પછીથી લાગૂ માનવામાં આવશે. આ મોરેટોરિયમ સમય 30 સપ્ટેમ્બર સુધી માટે છે.

માર્ચ 2021 સુધી લોન ન ચૂકવનારી કંપનીને ડિફોલ્ટર માનવામાં આવશે નહીં

હવે સરકારે ઈનસોલ્વેંસી કોડમાં ફેરફાર દ્વારા આ કંપનીઓને 30 સપ્ટેમ્બર પછી પણ 6 મહિનાનો સમય આપવા માગે છે. મતલબ કે જો અધ્યાદેશ અમલમાં આવ્યો તો માર્ચ 2021 સુધી લોનની ચૂકવણી ન કરી શકનારી કંપનીને ડિફોલ્ટર માનવામાં આવશે નહીં. હાલમાં સપ્ટેમ્બર ના અંત સુધી નેશનલ કંપની લૉ ટ્રિબ્યૂનલમાં બેંકો કે અન્ય લેણદારો દ્વારા કોઈપણ ઈનસોલ્વેંસી એક્શન શરૂ કરવા પર રોક છે. નવા અધ્યાદેશને લઈ કોર્પોરેટ મામલામાં મંત્રાલય દ્વારા એક ઓફિશ્યિલ જાહેરાત આવનારા અમુક દિવસોમાં થવાની આશા છે.

ઈનસોલ્વેંસી કોડમાં સંશોધન કોર્પોરેટ ક્ષેત્રને મોટી રાહત આપશે. જોકે, એક શીર્ષ બેન્કરે કહ્યું છે કે, આ પગલાની જરૂરત નહોતી. કારણ કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ કંપનીઓને 6 મહિનાનો મેરોટોરિયમ પહેલેથી જ આપી રાખ્યો છે. આ ઉપરાંત અન્ય બેન્કરોએ કહ્યું કે, આનાથી લોનની રિકવરીમાં મુશ્કેલી આવશે. ઈનસોલ્વેંસીના ખતરાના ડરથી પાછલા અમુક વર્ષોથી કંપનીઓ સમયસર દેવું ચૂકવી રહી હતી, કારણે આ કાયદામાં પ્રમોટરને કંપનીથી બહાર કરવાનો પણ કાયદો છે. આ ઉપરાંત, સરકાર સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે પણ નાદારી કાયદામાં ફેરફારના એક સરળ ઢાંચાને તૈયાર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp