આવતા વર્ષે ચીન અને કોરિયા પર વિદેશી રોકાણકારો શિફ્ટ થઈ શકે છે

PC: pulsenews.co.kr

ઉત્તર એશિયાના શેર બજારમાં રિકવરીના કારણે ચીનમાં ધીરે ધીરે ખુલી રહેલી ઇકોનોમી સાથે તેના શેર બજારમાં શાનદાર તેજી નોંધવામાં આવી શકે છે. ચિપ ઇન્ડસ્ટ્રીનું સંકટ ધીમે ધીમે દૂર થઇ રહ્યું છે અને આ કારણથી હવે ચીન અને કોરિયાના બજારોમાં રોકાણની સંભાવના વધવા લાગી છે. ગોલ્ડમેન સેક્સ ગ્રુપ જેવા રણનીતિકારોને આશા છે કે, ભારત તથા દક્ષિણ એશિયાના ઇક્વિટી માર્કેટમાં અત્યાર સુધી રસ લેનારા રોકાણકારોનું ફોકસ નવા વર્ષે ચીન અને કોરિયા જેવા દેશમાં વધી શકે છે.

તાઇવાનની ઇન્ડસ્ટ્રી ઇન્ફ્લેશન પોઇન્ટ પર પહોંચી ચુકી છે અને હવે ત્યાંથી તેમાં તેજી નોંધવામાં આવી શકે છે. હોંગકોંગ કોરિયા અને તાઇવાન જેવા દેશોના શેર બજાર રિલાયન્સ જેવી કંપનીઓની તુલનામાં ચીનની ઇકોનોમીને પ્રાથમિકતા આપી શકે છે. ચીનમાં પાછલા કેટલાક મહિનાથી કોરોના સંક્રમણ પર કાબૂ મેળવવા માટે કડકાઇ વર્તવામાં આવી હતી.

પ્રોપર્ટી બજારના સંકટના કારણે પણ ચીનનું શેર બજાર પાછલા કેટલાક સમયથી પડકારોનો સામનો કરી રહ્યું છે. આ દરમિયાન ઇન્ડોનેશિયા અને ભારત જેવી મોટી ઘરેલુ ખપત વાળા દેશના શેર બજારોથી રોકાણકારોને સારી કમાણી કરવામાં મદદ મળી છે. ચીનની રાજધાની બીજિંગ દ્વારા પોલિસી મૂવના કારણે ઘણી બધી ચીજો બદલાઇ રહી છે અને આવતા વર્ષે રોકાણકારો ચીન, કોરિયા અને હોંગકોંગ જેવા શેર બજારોમાં શિફ્ટ થઇ શકે છે.

CAMLના ચીફ ઇક્વિટી સ્ટ્રેટેજિસ્ટ એલેક્ઝાન્ડર રેડમેને કહ્યું કે, હવે ચિંતાની વાત એ છે કે, પાછલા કેટલાક સપ્તાહથી સાઉથઇસ્ટ એશિયાના શેર બજારે નબળું પ્રદર્શન શરૂ કર્યું છે. રોકાણકારો નોર્થ એશિયા તરફ જોવા લાગ્યા છે. ઇન્ડોનેશિયા એક ડિફેન્સિવ અને ઘરેલુ બજાર પર કેન્દ્રિત કોમોડિટી એક્સપોર્ટર છે. શેર બજારમાં આવેલી તેજીનો ફાયદો ઉઠાવવા માટે હવે તેના પર દાવ લગાવવામાં આવી શકે છે. નોર્થ એશિયાથી રોકાણકારોને હવે મોટી વેલ્યુ કમાવાની આશા જાગી છે, તેથી તે સાઉથ ઇસ્ટ એશિયાની જગ્યા પર નોર્થ એશિયાને પ્રાથમિકતા આપી શકે છે.

હોંગકોંગમાં મહત્વપૂર્ણ ઇન્ડેક્સ નવેમ્બરમાં 20 ટકા તેજ થયું છે. આ એશિયા અને અન્ય ગ્લોબલ શેર બજારોની તુલનામાં શાનદાર પ્રદર્શન છે. ચાઇનાએ કોરોનાવાયરસ સંક્રમણ વાળા વિસ્તાર પર ફોકસ કરવાનું શરૂ કર્યું છે અને રિયલ એસ્ટેટ સેક્ટર માટે નવી નીતિ બનાવીને તેને મદદ કરવાની યોજના બનાવી છે. હવે રોકાણકારોને આશા છે કે, ચીનના રિયલ એસ્ટટ માર્કેટથી કમાણી કરવામાં તેને મદદ મળી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp