4G ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં આ કંપની પહેલા ક્રમે

PC: verifone.com

ટેલીકોમ નિયમનકાર TRAIએ જાહેર કરેલા સરેરાશ 4G ડાઉનલોડ સ્પીડ ચાર્ટમાં રિલાયન્સ Jioએ સતત એની લીડ જાળવી રાખી છે. Jioએ ઓગસ્ટમાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.3 mbps હાંસલ કરી હતી, જે અગાઉનાં મહિના જુલાઈ, 2019ની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.0 mbpsથી વધારે હતી.

રિલાયન્સ Jio વર્ષ 2018નાં તમામ 12 મહિનાઓમાં સૌથી વધુ સરેરાશ ડાઉનલોડ સ્પીડ સાથે સૌથી વધુ ઝડપી 4G ઓપરેટર બની હતી. ચાલુ વર્ષે પણ Jioએ અત્યાર સુધી આઠ મહિનામાં આ દૃષ્ટિએ ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ટેલીકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI)એ પ્રકાશિત કરેલા ડેટા મુજબ, ભારતી એરટેલનું પર્ફોર્મન્સ નબળું પડ્યું હતું અને ઓગસ્ટમાં એની સરેરાશ ડાઉનલોડ સ્પીડ જુલાઈમાં 8.8. mbpsથી ઘટીને 8.2 mbps થઈ હતી. વોડાફોન અને આઇડિયા સેલ્યુલરે તેમનો વ્યવસાય મર્જ કર્યો છે અને અત્યારે વોડાફોન આઇડિયા તરીકે કાર્યરત હોવા છતાં TRAIએ તેમનાં નેટવર્કનું પર્ફોર્મન્સ અલગ-અલગ રીતે જાહેર કર્યું હતું.

TRAIનાં જણાવ્યાં મુજબ, વોડાફોન નેટવર્કની 4G ડાઉનલોડ સ્પીડ જુલાઈની જેમ ઓગસ્ટમાં પણ 7.7 mbps જળવાઈ રહી હતી, તો આઇડિયાની સરેરાશ ડાઉનલોડ સ્પીડ જુલાઈમાં 6.6 mbpsથી ઘટીને ઓગસ્ટમાં 6.1 mbps થઈ હતી. બીજી તરફ, Jioની અપલોડ સ્પીડ વધીને સરેરાશ 4.4 mbps થઈ હતી. TRAI દ્વારા સરેરાશ સ્પીડની ગણતરી રિયલ-ટાઇમ આધારે એની માયસ્પીડ એપ્લિકેશનની મદદ સાથે એણે એકત્ર કરેલા ડેટાને આધારે કરવામાં આવે છે.

TRAIનાં બ્રોડબેન્ડનાં સબસ્ક્રાઇબર્સ પર લેટેસ્ટ રિપોર્ટ મુજબ, જૂન, 2019નાં અંત સુધીમાં ભારતમાં યુઝર્સની સંખ્યા 59.49 કરોડ હતી. દેશમાં વાયરલેસ બ્રોડબેન્ડ યુઝર્સનાં ગ્રાહકોની સંખ્યા સૌથી વધારે હતી. Jio મોબાઇલ ફોન પર બ્રોડબેન્ડની સુવિધા મેળવતાં 33.12 કરોડ ગ્રાહકો ધરાવતી હતી. ત્યારબાદ એરટેલ 12.4 કરોડ, વોડાફોન 11.05 કરોડ અને અન્ય કંપનીઓ બાકીનાં 2 કરોડ કનેક્શન કે ગ્રાહકો ધરાવતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp