હીરોની બાઇક અને સ્કુટર આ તારીખથી મોંઘા થશે, આટલી વધશે કિંમત

PC: auto.economictimes.indiatimes.com

નવેમ્બર મહિનામાં ખતમ થતા થતા બાઇક અને સ્કુટર ખરીદદારો માટે એક નબળા સમાચાર આવી રહ્યા છે. દેશની સૌથી મોટી ટુવ્હીલર મેન્યુફેક્ચરર કંપની હીરો મોટોકોર્પ પોતાના વાહનોની કિંમતમાં વધારો કરવા જઇ રહ્યું છે. રિપોર્ટ અનુસાર, કંપની આગામી 1લી ડિસેમ્બરથી પોતાની બાઇક્સ અને સ્કૂટરોની વિસ્તૃત રેન્જની કિંમતોને અપડેટ કરશે, જેનાથી વાહનોની કિંમત લગભગ 1500 રૂપિયા સુધી વધવાની આશા છે. આ નાણાંકીય વર્ષમાં ચોથી વખત હશે જ્યારે હીરો મોટોકોર્પ પોતાના વાહનોના ભાવ વધારવા જઇ રહી છે.

હીરો મોટોકોર્પે મીડિયાને આપેલી પોતાની વિજ્ઞપ્તિમાં કહ્યું કે, બાઇક્સ અને સ્કુટરની કિંમતમાં લગભગ 1500 રૂપિયા સુધીનો વધારો કરવામાં આવશે અને નવી કિંમતો આગામી 1લી ડિસેમ્બર, 2022થી લાગૂ કરવામાં આવશે. આ વધારો વાહનો માટે શોરૂમ પ્રાઇસમાં જોવા મળશે. જોકે, આ વિશે કોઇ જાણકારી શેર કરવામાં નથી આવી, કોઇ બાઇક અને સ્કૂટરની કિંમતમાં વધારો થશે, પણ તે અલગ અલગ મોડલો માટે ભિન્ન હશે.

હીરો મોટોકોર્પના મુખ્ય નાણાંકીય અધિકારી નિરંજન ગુપ્તાએ કહ્યું કે, અમારી મોટરસાઇકલો અને સ્કૂટરોની કિંમતોમાં વધારો ઇન્ફ્લેશનના કારણે રો મટિરિયલ કોસ્ટ વધવાના કારણે અને પડતરના મુલ્ય વધવાના કારણે તથા સેમી કંડક્ટર શોર્ટેજ જેવા પડકારોનો સામનો કરવા માટે કરવામાં આવી રહ્યો છે. જોકે, તેનો પ્રભાવ ગ્રાહકો પર ઓછામાં ઓછો પડે તેના માટે અમે ફાઇનાન્સની સુવિધા પ્રદાન કરવાનું જારી રાખીશું. તેમણે કહ્યું કે, આવનારા ક્વાર્ટરમાં અમે વાહનોની ડિમાન્ડમાં વધારાની આશા રાખી રહ્યા છીએ.

આ નાણાંકીય વર્ષમાં આવું ચોથી વખત હશે કે, જ્યારે હીરો મોટોકોર્પ પોતાના વાહનોની કિંમતમાં વધારો કરી રહી છે. તેના પહેલા કંપની ગયા સપ્ટેમ્બર મહિનામાં 1000 રૂપિયા જુલાઇ મહિનામાં 3000 રૂપિયા અને એપ્રિલ મહિનામાં 2000 રૂપિયા સુધીનો વધારો કરી ચૂકી છે. આ વખતે વાહનોની કિંમતમાં 1500 રૂપિયા સુધીનો વધારો જોવા મળશે. કુલ મળીને આ નાણાંકીય વર્ષમાં કોઇ પણ બાઇકના મોડલમાં સૌથી વધારે લગભગ 7500 રૂપિયા સુધીનો વધારો જોવા મળી શકે છે. ઓટોમોબાઇલ સેક્ટરની અન્ય કંપનીઓ પણ પોતાના વાહનોના ભાવ વધારવા માટે વિચાર કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp