ગામમાં ન વીજળી, ન પાણી, ઝાડ નીચે ભણતા હતા આજે જય છે દુનિયાના 9મા સૌથી અમીર

PC: indiatoday.in

સાઇબર સુરક્ષા કંપની Zscaler Incના માલિક જય ચૌધરીનો જન્મ હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં પનોહ ગામમાં થયો હતો, પરંતુ તેમના સપનાઓની ઉડાન તમને અમેરિકા લઈ ગઇ. તેઓ વર્ષ 1980ના સમયમાં માત્ર 200 ડોલર સાથે અમેરિકા પહોંચ્યા હતા. The Tribuneને વર્ષ 2000મા આપવામાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જય ચૌધરીએ કહ્યું હતું કે તેમના બાળપણમાં તેમના ગામમાં ન તો વીજળી હતી અને ન પીવાના પાણીની વ્યવસ્થા હતી. પોતાની હાઇસ્કૂલના ક્લાસ લેવા માટે પાડોશના ધુસરા ગામ સુધી તેમને 4 કિલોમીટર સુધી ચાલીને જવું પડતું હતું.

આટલું જ નહીં પોતાના બાળપણમાં તેઓ ઝાડ નીચે બેસીને અભ્યાસ કરતાં હતા. હવે અમેરિકી નાગરિક બની ચૂક્યા છે. 61 વર્ષીય જય ચૌધરી Zscale Incની શરૂઆતથી પહેલા વર્ષ 1996મા જ તેમણે પોતાનું પહેલું સ્ટાર્ટઅપ SecureIT ખોલ્યું હતું. એ પહેલા તેઓ IBM, Unisysy અને IQ Software જેવી કંપનીમાં કામ કરી ચૂક્યા હતા. હાલમાં વર્ષ 2008મા તેમણે Zscaler Inc ખોલી હતી. Hurunની સૌથી અમીર ભારતીયોની લિસ્ટમાં જય ચૌધરીએ 528 સ્થાનની છલાંગ લગાવી છે.

તેઓ દુનિયાના ટોપ-10 અમીર ભારતીયોમાં સામેલ છે. તેમની કુલ સંપત્તિ 13 અબજ ડોલર એટલે કે 946.75 અબજ રૂપિયાની થઈ ચૂકી છે. તો તેમની કંપની Zscaler Incની વેલ્યુએશન 28 અરબ ડોલરની છે. જય ચૌધરીએ વર્ષ 1997મા SecureIT અને સેફર ટ્રસ્ટની સ્થાપના કરી હતી. તેઓ એર ટૂ વેબમાં બોર્ડના સભ્ય પણ છે. તેમણે વર્ષ 2008મા Zscaler Incની સ્થાપના કરી હતી, વર્ષ 2018મા કરોડોની કમાણી કારણે Zscaler Inc લાઇમલાઇટમાં આવી હતી.

વર્ષ 2020માં જાહેર ફોર્બ્સના 400 લોકોની લિસ્ટમાં જય ચૌધરીને અમેરિકાના 85 સૌથી અમીર વ્યક્તિ માનવામાં આવ્યા હતા. એ સમયે તેમની પાસે Zscalerના 45 ટકા શેર હતા. તેમણે એર ડિફેન્સ, કોર હાર્પરની પણ સ્થાપના કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી ભારતના સૌથી અમીર વ્યક્તિ છે. તો એશિયામાં બીજા અને વિશ્વમાં 8મા સૌથી અમીર વ્યક્તિ છે. દુનિયાભરમાં 209 ભારતીય અબજપતિ છે. તેમાંથી 177 અબજપતિ દેશમાં જ રહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp