જે.પી.મોર્ગનને રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોનો આ સ્ટોક ખૂબ ગમ્યો

PC: timesnownews.com

બિગ બુલ રાકેશ ઝુનઝુવાલાના પોર્ટપોલિયોમાં સામેલ નેશનલ એલ્યુમીનિયમ કંપની લિ.ના શેરમાં આ મહિને કોઇ મોટી તેજી જોવા મળી નહોતી. છેલ્લા એક મહિનામાં તે સ્ટોક 15 ટકા જેટલો તુટ્યો છે. છેલ્લા પાંચ કારોબારી સત્રોમાં નાલકોનો શેર 3.72 ટકા નબળા થયા છે. ગુરવારે, 26મી મેના રોજ આ સ્ટોક થોડી મજબૂતીની સાથે ખૂલ્યો હતો, પણ થોડા સમય બાદ જ તે લાલ નિશાનમાં ટ્રેડ કરવા લગ્યો હતો.

એક દિગ્ગજ બ્રોકરેજ હાઉસ જે.પી. મોર્ગનનું કહેવું છે કે, ભલે નાલકોના શેરમાં વેંચાણ જોવા મળ્યું હોય, પણ આ શેર સમય જતા રોકાણકારોને સારું રિટર્ન આપી શકે છે. બ્રોકરેજ હાઉસે આ સ્ટોકને ઓવરવેટ રેટિંગ આપતા તેનો ટાર્ગેટ પ્રાઇસ 135 રૂપિયા નક્કી કર્યો છે. BSEની સાઇટ પરના શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર રાકેશ ઝુનઝુનવાલાની માર્ચ 2022માં સમાપ્ત ક્વોર્ટરમાં નાલકોમાં 1.36 ટકા હિસ્સેદારી છે.

લાઇવમિંટના એક રિપોર્ટ અનુસાર, જે.પી. મોર્ગનનું કહેવું છે કે, નાલકોનું કેશ જનરેશન મજબૂત છે તથા તેની નેટ કેશ બેલેન્સશીટ અને વેલ્યૂએશન આકર્ષક છે. બ્રોકરેજ હાઉસનું કહેવું છે કે, ભલે કોસ્ટિક, કોલસા અને કાર્બનની કિંમતોમાં વધારાની અસર કંપની પર થઇ રહી છે, પણ LMI એલ્યુમીનિયમ અને એલ્યુમિનાની ઉંચી કિંમતોના કારણે કંપનીને ફાયદો થઇ રહ્યો છે અને સ્થિતિઓ તેના અનુકૂળ બની રહી છે.

ગ્લોબલ બ્રોકરેજે પોતાની નોટમાં કહ્યું કે, ‘સીમિત ખર્ચની યોજનાઓને જોતા અમને ઉંચા EPS પર નાલકોનું DPS ઝડપથી વધવાની આશા છે. અમે નાણાંકીય વર્ષ 23-24 માટે પોતાના અર્નિંગના અનુમાન પર કાયમ છે. તેના વેલ્યૂએશનને 5 ગણીથી 4 ગણી કરીએ છીએ અને આ સ્ટોકની ટાર્ગેટ પ્રાઇસ 158થી ઘટાડીને 135 રૂપિયા કરીએ છીએ.’ નાલકોના શેરમાં ગયા કેટલાક દિવસોથી વેચવાલી ચાલી રહી છે.

ગુરુવારે પણ આ શેરમાં ઇન્ટ્રાડેમાં 1.17 ટકાની વેચાણ આવ્યું હતું અને તે 92.65 રૂપિયા પર બંધ આવ્યો હતો. પાછલા એક મહિનામાં આ શેરના ભાવમાં 15.35 ટકાની વેચાણ જોવા મળ્યું હતું અને આ શેરના રોકાણકારોને છલ્લા 6 મહિનામાં 5.79 ટકા જેટલુ પોઝિટિવ રિટર્ન મળ્યું છે. નાલકો શેરનો 52 વીક હાઇ 132.70 ભાવ રૂપિયા અને 52 વીક લો ભાવ 65.05 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp