વચગાળાના બજેટથી સામાન્ય બજેટ કેમ અલગ હોય છે? જાણો બંને વચ્ચેનું અંતર

PC: twitter.com

મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું સામાન્ય બજેટ નાણામંત્રી નિર્મલા પાંચ જૂલાઇના રોજ રજૂ કરશે. નિર્મલા સિતારમન ઇન્દિરા ગાંધી બાદ બીજા મહિલા નાણા મંત્રી છે જે સામાન્ય બજેટ રજૂ કરશે. 17મી લોકસભાનું પહેલું સત્ર 17 જૂનથી 26 જૂલાઇ સુધી ચાલશે. આ પહેલા 1 ફેબ્રુઆરી 2019ના રોજ પીયુષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું, પરંતુ શું તમે જાણો છો કે સામાન્ય બજેટ અને વચગાળાની બજેટમાં શું તફાવત હોય છે.

વચગાળાનું બજેટ દરવર્ષે રજૂ થનારા સામાન્ય બજેટ કરતા અલગ હોય છે. વચગાળાનું બજેટ અને વોટ ઓન એકાઉન્ટમાં થોડોક અંતર છે.

વચગાળાનું બજેટ એક ખાસ સમય માટે હોય છે. ચૂંટણીના વર્ષે સરકાર વચગાળાનું બજેટ રજૂ કરે છે. આ બજેટ ચૂંટણીના વર્ષમાં નવી સરકારની રચના સુધીનો ખર્ચને પહોંચી વળવા માટેની ઔપચારિકતા માટે હોય છે. એપ્રિલથી શરૂ થનારા નાણાકિય વર્ષના શરૂઆતના ત્રણથી પાંચ મહિના અથવા ચૂંટણી સમાપ્ત થાય ત્યાં સુધીના સમય માટે વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે. જે સરકાર સત્તામાં આવે છે તે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવશે. વચગાળાનું બજેટ એટલા માટે રજૂ કરવામાં આવે છે જેથી સરકાર તરફથી કરવામાં આવેલા ખર્ચમાં કોઇ પ્રકારની કમી રહી ન જાય.

વચગાળાના બજેટ અને વોટ ઓન એકાઉન્ટમાં પણ થોડુંક અંતર હોય છે. જો સરકાર કેટલાક મહિના માટે ખર્ચો ચલાવવાં માટે સંસદની મંજૂરી લે છે તો તેને વોટ ઓન એકાઉન્ટ કહે છે, જ્યારે સરકાર ખર્ચ ઉપરાંત માહિતી રજૂ કરે છે તો તેને વચગાળાનું બજેટ કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp