એક જ દિવસે તમામ લોકોને સેલેરી મળે તેવી તૈયારી મોદી સરકાર કરી રહી હોવાનો રિપોર્ટ

PC: straitstimes.com

જુદા જુદા સેક્ટરમાં કામ કરી રહેલા અનેક કર્મચારીઓને સેલેરી દિવસની રાહ જોવી પડતી હોય છે. કોઈની સેલેરી 1એ તો કોઈની 8 તારીખે થતી હોય છે. એમાં પણ જ્યારે શનિ-રવિની રજાઓ આવે તો સોમવાર પર ઠેલાય છે. પણ હવે આવું નહીં બને આ માટે મોદી સરકાર એક મોટો નિર્ણય કરવા માટે જઈ રહી છે. સરકાર વન ડે સેલેરીના સિદ્ધાંત પર કામ કરવા માગે છે. સરકારનો પ્રયત્ન છે કે, દેશના તમામ કર્મચારીઓને એક જ દિવસે સેલેરી મળી જાય. કેન્દ્રીય શ્રમ મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું હતું કે, સરકાર વન ડે સેલેરી સિદ્ધાંત પર કામ કરી રહી છે. સંગઠિત ક્ષેત્રના કર્મચારીને સમયસર સેલેરી મળી રહે એવું આયોજન છે. કર્મચારીઓના હીતને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સમગ્ર દેશમાં સંગઠિત ક્ષેત્ર સાથે જોડાયેલા દરેક કર્મચારીઓની સેલેરી એેક જ દિવસે થઈ જવી જોઈએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી એવું ઈચ્છે છે કે, આ માટે ઝડપથી એક કાયદો ઘડવામાં આવે. સિક્યુરિટી લીડરશીપ સમીટમાં મંત્રીએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત દેશના તમામ સેક્ટરમાં ઓછામાં ઓછી સેલેરીનો નિર્ણય પણ લેવાશે. એટલે કે વેતનરકમ ક્યાંથી શરુ થશે એ સ્પષ્ટતા કરવામાં આવી નથી. વન નેશન, વન પે ડે માટે તા.23 જુલાઈ 2019ના રોજ એક બિલ મૂકવામાં આવ્યુ હતું. જેમાં આ મુદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત યુનિફોર્મ મિનિમમ વેજીસ પ્રોગ્રામ પણ લાગુ કરવામાં આવશે. જેથી મજુરોનું જીવનધોરણ સુધરી શકે. સરકાર વ્યવસાયિક સુરક્ષા, હેલ્થ એન્ડ વર્કિંગ કંડિશન અંગે કામ કરી રહી છે. આ માટે ટૂંક જ સમયમાં એક પ્રોગ્રામ શરુ કરવામાં આવશે. કોડ ઓન વેજીસને લઈને સંસદમાંથી પરવાનગી મળી ચૂકી છે. જેના નિયમ અનુસાર કામ શરુ કરવામાં આવશે. આ નિયમ અંતર્ગત કર્મચારીઓનું સમયાંતરે મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવશે. સેલેરી પેને લઈને રહેલી અસમાનતાને દૂર કરવા માટે આ નિર્ણય પર વિચારણા ચાલી રહી છે. હાલ જુદા જુદા સરકારી સેક્ટરમાં બેન્કથી સેલેરી થાય છે. આ નિયમ લાગુ થયા બાદ ઓછામાં ઓછું વેતન એકસમાન રહેતા કોઈ તુલના નહીં કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp